Connect Gujarat
આરોગ્ય 

ભારતમાં આ કારણે નીચે બેસીને અને હાથથી જમવાની પરંપરા હતી

ભારતમાં આ કારણે નીચે બેસીને અને હાથથી જમવાની પરંપરા હતી
X

ભારતમાં વિવિધતામાં એકતા હોવાનું આપણે બાળપણથી શીખતાં આવ્યા છીએ. સંખ્યાબંધ ધર્મો, સંપ્રદાયો અને સંસ્કૃતિઓ વચ્ચે આપણી ઘણી આદત એકસમાન રહી છે. જેમાં જમીન પર બેસીને જમવાનું, ઘરમાં પગરખાં ન પહેરવા સહિતની આદતો સમાન છે. જોકે હવે આધુનિક સમયના નામે આ પરંપરા ભુલાઈ ગઈ છે, જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો ઉભી થઇ છે. આજે આપણે આપણી પરંપરાગત આદતો અને તેના લાભ અંગે જાણીશું.

નીચે બેસીને જમવું: આધુનિક જીવનશૈલીમાં આજકાલ ખુરશી અને ટેબલ પર બેસીને ખોરાક આરોગવાનું ચલણ વધ્યું છે. પહેલાના સમયમાં લોકો જમીન પર બેસીને ખાતા હતા, પણ આજના લોકો જમીન પર બેસીને ખાવું આઉટડેટેડ માને છે. પરંતુ શું તમે જાણો છો કે જમીન પર બેસીને ખાવાથી વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે? આપણે જે રીતે પલાંઠી વાળી જમીન પર બેસીએ છીએ તે એક પ્રકારની મુદ્રા છે. આ મુદ્રામાં ભોજન ખાવાથી વધુ પોષણ મળે છે અને પાચન ક્રિયામાં સુધારો થાય છે.

હાથથી જમવું: જ્યારે આપણે હાથથી ખાઈએ છીએ, ત્યારે હાથની આંગળીઓના મિલનથી બનેલી મુદ્રા શરીરમાં વિશેષ ઊર્જા ઉત્પન્ન કરે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એવું માનવામાં આવે છે કે, હાથથી ખાતી વખતે આપણે સૂંઘી શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ, સ્વાદ મેળવી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ, આમ વ્યક્તિ તેની બધી ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે. હાથથી જમતી વખતે આપણે હાથ ધોવા પર ખાસ ધ્યાન આપીએ છીએ, જોકે ચમચીના ઉપયોગ સમયે આપણે ત્યાં રાખેલી ચમચીનો ઉપયોગ કરીએ છીએ. ચમચીથી જમતી વખતે બેક્ટેરિયા હોવાની સંભાવના વધુ હોય છે.

ઘરમાં પગરખાં ન પહેરવા: આજે પણ મોટાભાગના પરિવારોમાં આ પરંપરા છે. લોકો પગરખાં પહેરીને ઘરમાં નથી જતા. ભારતીય સંસ્કૃતિમાં રોગ-બીમારીઓથી બચવા આ વ્યવસ્થા અમલમાં હોવાનું કહેવાય છે. પગરખાં ઘરની બહાર કાઢવાથી ઘરમાં સંક્રમણ પ્રવેશતું નથી. પરંતુ સમય જતાં ઘણા લોકો આ આદત ભૂલી રહ્યા છે. ઘરમાં પગરખાં પહેરીને આપણે હાનિકારક બેક્ટેરિયા અથવા જંતુઓ લાવીએ છીએ. જે આપણા સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે.

બેસીને પાણી પીવું: મોટાભાગના લોકોને ઊભા રહીને પાણી પીવાની ટેવ હોય છે. ઉતાવળમાં તેઓ ઘણીવાર ઊભા-ઉભા જ પાણી પીવે છે. જો તમે પણ આવું કરતા હોવ સાવધાન થઈ જજો. ઊભા-ઉભા પાણી પીવાથી આપણે અનેક રોગોને જાણ્યે-અજાણતા આમંત્રણ આપીએ છીએ. ઉભા રહીને પાણી પીવાથી ફૂડ અને એર પાઇપોમાં ઓક્સિજનનો પુરવઠો બંધ થઈ જાય છે. જે માત્ર ફેફસાં ને જ નહીં, પરંતુ હૃદયને પણ ગંભીર અસર કરે છે. ઉભા રહીને પાણી પીવાથી પાણી પેટની નીચેની દિવાલો પર દબાણ પેદા કરે છે. જેના કારણે પેટની આસપાસના અંગોને ઘણું નુકસાન થાય છે. આ ખરાબ આદતને કારણે ઘણા લોકો હર્નિયાથી પીડાય છે.

સવારમાં સ્નાન કરવું: ઘણા આળસુ લોકોને સ્નાન કરવામાં ખૂબ જ તકલીફ પડે છે. તેઓ ઉનાળો હોય કે શિયાળો, સ્નાન ના કરવાના બહાના બતાવે છે. જોકે, આવું કરવું ન જોઈએ. શરીર સાફ રાખવાથી રોગથી બચી જવાય છે. સવારે નહાવાથી આખો દિવસ સ્ફૂર્તિ રહે છે.

Next Story