Connect Gujarat
આરોગ્ય 

વડોદરા: સયાજી હોસ્પિટલના સર્જીકલ આઇસીયુનું વિસ્તરણ પૂર્ણ, ૫ થી વધીને હવે ૩૫ ICU બેડની સુવિધા ઉપલબ્ધ

ખાનગી હોસ્પિટલોમાં icu અને ટીમ કેર ખૂબ ખર્ચાળ છે,પ્રતિદિન ૫૦ થી ૭૦ હજાર રૂપિયાનો ખર્ચ થતો હોય છે જે સામાન્ય પરિવારને પરવડે નહીં

વડોદરા: સયાજી હોસ્પિટલના સર્જીકલ આઇસીયુનું વિસ્તરણ પૂર્ણ, ૫ થી વધીને હવે ૩૫ ICU બેડની સુવિધા ઉપલબ્ધ
X

જેની ખૂબ રાહ જોવાતી હતી તેવા,મધ્ય અને દક્ષિણ ગુજરાતની સહુથી મોટી સયાજી હોસ્પિટલના સર્જીકલ ઇન્ટેન્સિવ કેર યુનિટનું વિસ્તરણ પૂર્ણ થતાં તબીબી આલમ અને હોસ્પિટલ મેનેજમેન્ટમાં ખૂબ રાહતની લાગણી પ્રસરી છે.અત્યાર સુધી આઇ.સી.યુમાં માત્ર ૫ પથારીની સુવિધા ઉપલબ્ધ હતી જેના લીધે ઘણીવાર કટોકટીની પરિસ્થિતિ સર્જાતી જે હવે ૩૫ પથારી થવા થી હળવી બનશે.સયાજી હોસ્પિટલના ઓરથો, ઇ.એન.ટી. સહિતના વિભાગોમાં પૂર્વ આયોજિત અને આકસ્મિક શસ્ત્રક્રિયાઓ મોટા પ્રમાણમાં થતી હોય છે.

વાહન અકસ્માતોમાં હાડકા ભાંગીને ભૂકો થઇ ગયાં હોય કે એક કરતાં વધુ અંગોને ગંભીર ઈજાઓ થઈ હોય તેવા પોલીટ્રોમાના કેસો અવાર નવાર આવતાં હોય છે અને મેજર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઓ થતી હોય છે તેવી જાણકારી આપતા તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું હતું કે આ તમામ કેસોમાં, ગંભીરતા અનુસાર દર્દીઓને શસ્ત્રક્રિયા પછી ૨૪ કે ૪૮ કલાક અને કેટલાક કેસોમાં ૩ થી ૪ દિવસ સુધી એસ.આઇ.સી.યુ.માં નિરીક્ષણ અને મોનીટરીંગ તેમજ ટીમ કેર એટલે કે ઓર્થો, યુરો, નયુરો સર્જન, એનેસ્થેટિસ્ટ, ફિઝિસ્યન ની સંયુક્ત દેખરેખ હેઠળ રાખવાની જરૂર પડે છે.

વેન્ટિલેટર અને મોનીટર હેઠળ સારવાર આપવાની જરૂર પડે છે.કેસોની સંખ્યાના પ્રમાણમાં આપણી પાસે icu ના માત્ર ૫ બેડ ઉપલબ્ધ હોવાથી ખૂબ કટોકટી સર્જાતી અને આ બેડ સતત ભરાયેલા રહેતા. નાછૂટકે દર્દીઓને હાયર સેન્ટર પર મોકલવાનો નિર્ણય લઇએ ત્યારે દર્દીના સ્વજનો સાથે વિવાદ થતો. વધુમાં, ખાનગી હોસ્પિટલોમાં icu અને ટીમ કેર ખૂબ ખર્ચાળ છે,પ્રતિદિન ૫૦ થી ૭૦ હજાર રૂપિયાનો ખર્ચ થાય જે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને પરવડે નહીં.

Next Story