Connect Gujarat
આરોગ્ય 

ઝઘડિયા: સેવા રૂરલ હોસ્પિટલ ખાતે રકતદાન શિબિર યોજાઇ, યુવાનોએ રકતદાન કરી એક અનુપમ આપ્યો સંદેશ

ઉત્સાહભેર યુવાનોએ રકતદાન કરી એક અનુપમ સંદેશ આપ્યો હતો. રક્ત એક એવી અમુલ્ય વસ્તુ છે કે જેના વિના માનવીનું જીવન અકલ્પ્ય છે.

ઝઘડિયા:  સેવા રૂરલ હોસ્પિટલ ખાતે રકતદાન શિબિર યોજાઇ, યુવાનોએ રકતદાન કરી એક અનુપમ આપ્યો સંદેશ
X

સ્વ. ડૉ. અનિલભાઈ દેસાઈની ત્રીજી પુણ્ય તિથિ નિમિત્તે સુરત રકતદાન કેન્દ્રના સહયોગથી સેવા રૂરલ ઝઘડિયા ખાતે રકતદાન શિબિર યોજાઇ હતી. જેમાં ઉત્સાહભેર યુવાનોએ રકતદાન કરી એક અનુપમ સંદેશ આપ્યો હતો. રક્ત એક એવી અમુલ્ય વસ્તુ છે કે જેના વિના માનવીનું જીવન અકલ્પ્ય છે.

ઘણી વખત આકસ્મિક ઘટના સમયે રક્ત ની અતિ જરૂર પડતી હોય છે. ત્યારે રક્ત કેટલી અમૂલ્ય વસ્તુ છે તેની અનુભૂતિ થાય છે. એ માટે ઘણી બધી નામી અનામી સેવાભાવી સંસ્થાઓ દ્વારા સમયાંતરે રકતદાન શિબિર આયોજિત થતી હોય છે જેમાં ઘણા યુવાનો રકતદાન કરી માનવસેવાની સરવાણી વહાવતા હોય છે. ઝઘડીયા સેવારુરલ હોસ્પિટલ ખાતે આયોજિત રકતદાન શિબિરમાં યુવાનોએ મોટી સંખ્યામાં રકતદાન કર્યું હતુ,આ કાર્યક્રમમાં ૫૦ યુનીટ જેટલુ બ્લડ એકત્રિત થયુ હતુ, સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સેવારૂરલ સંચાલિત કસ્તુરબા હોસ્પિટલનાં સ્ટાફ દ્વારા કરવામાં આવ્યુ હતુ

Next Story