Connect Gujarat
ગુજરાત

નવરાત્રી બાદ હવે દિવાળીમાં પણ મેઘરાજાની જોવા મળી રહી છે હાજરી

નવરાત્રી બાદ હવે દિવાળીમાં પણ મેઘરાજાની જોવા મળી રહી છે હાજરી
X

દિવાળીના તહેવારોનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુકયું છે તેવામાં રાજયના કેટલાય જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. અમરેલી, સુરત અને નવસારી જિલ્લામાંથી છુટા છવાયા વરસાદી ઝાપટાના અહેવાલ સાંપડી રહયાં છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો - પ્રેસરના કારણે હવામાન વિભાગે વરસાદ વરસવાની આગાહી કરી છે. મંગળવારના રોજ અમરેલી, સુરત અને નવસારી સહિતના જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઇ છે. દિવાળીના તહેવાર આડે ગણતરીના દિવસો બાકી રહયાં છે અને લોકો ખરીદીની તૈયારીમાં લાગી ગયાં છે તેવામાં વરસાદના આગમનથી લોકો પરેશાનીનો સામનો કરી રહયાં છે. અમરેલી, સુરત અને નવસારી જિલ્લાના કેટલાય વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. નવરાત્રી બાદ હવે દિવાળીમાં પણ વરસાદ અટકવાનું નામ લેતો નથી. સતત વરસી રહેલા વરસાદના કારણે સૌથી કફોડી હાલત ધરતીપુત્રોની બની છે. ખેતીના પાકને વરસાદથી પારાવાર નુકશાન થયું છે. ખેતરોમાં તૈયાર થયેલો પાક નષ્ટ થઇ રહયો હોવાથી તેમની સીઝન નિષ્ફળ જાય તેવા સંજોગો ઉભા થયાં છે. મેઘરાજા હવે ખમૈયા કરે તેવી ખેડૂતો માંગ કરી રહયાં છે.

Next Story