Connect Gujarat
Featured

મુંબઈમાં મુશળધાર વરસાદ, વરસાદે 46 વર્ષનો રેકોર્ડ તોડ્યો

મુંબઈમાં મુશળધાર વરસાદ, વરસાદે 46 વર્ષનો રેકોર્ડ તોડ્યો
X

મુંબઈમાં ફરી એક વખત હળવા વરસાદનો પ્રારંભ થયો છે. બપોર સુધી હાઇ ટાઇડ ચેતવણી આપવામાં આવી છે. તો મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં એનડીઆરએફ ટીમો પણ તૈનાત કરી દેવાઈ છે. બુધવારે મુંબઈમાં વર્તમાન સિઝનનો સૌથી વધુ વરસાદ થયો હતો. વરસાદે 46 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

મુંબઈમાં બુધવારે રેકોર્ડ તોડ વરસાદ ખબક્યો હતો. 46 વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. બુધવારે ધોધમાર વરસાદ બાદ ગુરુવારે મુંબઈમાં હળવા વરસાદનો અનુભવ થઈ રહ્યો છે. લોકોને ઘરોમાં રોકાવાની અપીલ કરવામાં આવી છે. બપોરના સમયે મોટી ભરતી આવે તેવી સંભાવના છે. આ અંગે એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. વરસાદને જોતા, મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં એનડીઆરએફ ટીમો તૈનાત કરવામાં આવી છે. બુધવારે મુંબઈમાં આ સિઝનમાં સૌથી વધુ વરસાદ થયો હતો. વરસાદથી 46 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. દક્ષિણ મુંબઈના ઘણા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા.

બીએમસી કમિશનરે કહ્યું - 4 કલાકમાં 300 મીમી વરસાદ

બીએમસી કમિશનર આઈ.એસ. ચહલે પેડદાર રોડની મુલાકાત લીધી હતી જ્યાં દિવાલનો એક ભાગ ધરાશાયી થઈ ગયો છે. તેમણે કહ્યું કે, 'બુધવારે કોલાબા, નરીમન પોઇન્ટ, મરીન ડ્રાઇવ સહિત 4 વોર્ડમાં માત્ર 4 કલાકમાં 300 મીમી વરસાદ થયો હતો. આ અણધાર્યું છે.

કોલાબામાં સૌથી વધુ વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કોલાબામાં સૌથી વધુ 331.8 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે સાંતાક્રુઝમાં છેલ્લા 24 કલાકમાં 162.3 મીમી વરસાદ પડ્યો હતો. આગામી ત્રણથી ચાર કલાક સુધી મુંબઈ શહેર અને ઉપનગરોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

લોકોને ઘરે રહેવાની અપીલ

મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેએ લોકોને ઘરે રહેવાની અપીલ કરી છે. સાથે જ તેમણે પત્રકારોને કવરેજ સમયે સુરક્ષિત રાખવા અને કોઈ કમી ન કરવા જણાવ્યું હતું.

એનડીઆરએફની 16 ટીમો તૈનાત

વરસાદને જોતા મુંબઇ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કુલ 16 એનડીઆરએફ ટીમો તૈનાત કરવામાં આવી છે. મુંબઈમાં 5 ટીમો, કોલ્હાપુરમાં 4 ટીમો, સાંગલીમાં 2 ટીમો, સાતારા, થાણે, પાલઘર, નાગપુર અને રાયગઢમાં એક-એક ટીમો તૈનાત કરવામાં આવી છે.

5 દિવસમાં અડધાથી વધુ વરસાદ

મુંબઈમાં છેલ્લા બે દિવસથી નિરંતર ભારે વરસાદથી ગુરુવારે થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સક્રિય ચોમાસાને કારણે મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં મંગળવાર અને બુધવારે ભારે વરસાદ પડ્યો હતો. ગુરુવારથી વરસાદનું જોર ઘટવાની સંભાવના છે. પ્રથમ પાંચ દિવસમાં જ ઓગષ્ટના અડધાથી વધુ વરસાદ નોંધાય ચૂક્યો છે.

Next Story