દિલ્હી પોલિસના આતંક નિરોધી ફોર્સ એટલે કે સ્પેશ્યલ સેલના એક અધિકારીએ કહ્યું છે કે આતંકી હુમલો ગંભીર હોવાના ઈનપુટ્સ મળ્યા છે. આતંકી સંગઠનો દિલ્હી, અયોધ્યા અને બોધગયા સહિત અનેક સ્થળોને નિશાન બનાવી રહ્યા છે. આ સિવાય ખાલિસ્તાન, ઉત્તર પૂર્વી રાજ્યોના ઉગ્રવાદી સંગઠન અને જમ્મૂ કાશ્મીરના આતંકી સંગઠન એક થયા છે. દિલ્હીના દંગામાં મોટી ભૂમિકા નિભાવનારી એક સંસ્થા દ્વારા આતંકી સંગઠનની સાથે પણ ઈનપુટ મળ્યા છે. આ સૂચનાઓ ગયા અઠવાડિયે મળી હતી.
ઈનપુટમાં કહેવાયું છે કે જમ્મૂ કાશ્મીરમાં અનુચ્છેદ 370 અને 35ને હટાવવા અને રામ મંદિર બનવાના વિરોધમાં આતંકી સંગઠન ટારગેટ કિલિંગ કરી શકે છે. તેના આધારે દિલ્હીમાં હાઈ એલર્ટ અપાયું છે. સુરક્ષા એજન્સીઓના ખેડૂતના ઘરણા સ્થળ, ગણતંત્ર પરેડ અને ભીડભાડવાળા વિસ્તારોમાં હાઈએલર્ટ આપ્યું છે. રાજધાનીમાં 8 રોહિંગ્યાને ઉત્તમ નગર અને પૂર્વી દિલ્હીથી રકડવામાં આવ્યા છે. પહેલી વાર આ લોકોને પકડી લેવામાં આવ્યા હોવાના કરાણે આશંકા છે કે તેમનું ગ્રૂપ હૂમલો કરી શકે છે.