Connect Gujarat
Featured

હિમાચલ: વાંદરાઓને મારવાની મંજૂરી અંગે સુરજેવાલાનો પ્રશ્ન - મેનકા ગાંધી ક્યાં ગાયબ છે?

હિમાચલ: વાંદરાઓને મારવાની મંજૂરી અંગે સુરજેવાલાનો પ્રશ્ન - મેનકા ગાંધી ક્યાં ગાયબ છે?
X

હિમાચલમાં વાંદરાઓને મારવા માટે કેન્દ્ર દ્વારા જારી કરાયેલા જાહેરનામા અંગે રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યું હતું કે ભાજપ અનુસાર શાયદ હનુમાનજીના પ્રતીક વાંદરાઓને મારવા માટે સરકારી લાઇસન્સ આપવું પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતામાં નથી આવતું.

કેરળમાં થોડા દિવસ પૂર્વે એક સગર્ભા હાથણીનું દુખદ અવસાન થયું હતું. આ પછી દેશભરમાં લોકોમાં રોષનું વાતાવરણ હતું. સાંસદ મેનકા ગાંધી સહિત ભાજપના અનેક નેતાઓએ કેરળ સરકાર અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે જ કેન્દ્ર સરકારે સગર્ભા હાથણીના મોતના મામલે ગંભીર વલણ અપનાવતાં રાજ્ય પાસેથી રિપોર્ટ પણ માંગ્યો છે.

આ ઘટનાના થોડા દિવસો પણ થયા ન હતા કે હવે કેન્દ્ર સરકારે હિમાચલ પ્રદેશના ઘણા તાલુકાઓમાં વાંદરાઓની હત્યાને મંજૂરી આપી દીધી છે. આ સંદર્ભમાં કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ કેન્દ્ર સરકાર અને ભાજપના સાંસદ મેનકા ગાંધી પર પ્રહાર કર્યા છે.

વાંદરાઓને મારવા કેન્દ્ર દ્વારા જારી કરાયેલા જાહેરનામા અંગે રણદીપ સુરજેવાલાએ ટિ્‌વટ કર્યું હતું કે, બીજેપીના જણાવ્યા મુજબ, 'હનુમાન જી'નું પ્રતીક વાંદરાઓને મારવા માટે સરકારનું લાઇસન્સ આપવું, એ' પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા 'નથી. સુરજેવાલાએ તેના ટ્વિટર હેન્ડલ પર સ્ક્રીન શૉટ મૂકી ટ્વિટ કરીને કહ્યું હવે શ્રીમતી મેનકા ગાંધી ક્યાં ગાયબ છે?

https://twitter.com/rssurjewala

હિમાચલ પ્રદેશ માટે, કેન્દ્ર સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જે અંતર્ગત રાજ્યના 91 તાલુકામાં રીસસ મકાક પ્રજાતિના વાંદરાઓને મારી નાખવામાં આવશે. જાહેરનામા મુજબ, આ વાંદરાઓ ફક્ત ખાનગી જમીનને નુકસાન કરવા માટે જ મારવામાં આવશે.

નોંધપાત્ર વાત એ છે કે થોડા દિવસ પૂર્વે હાથણીની પીડાદાયક મૃત્યુને મેનકા ગાંધીએ હત્યા ગણાવી હતી. સાથે જ તેમણે કેરળને દેશનું સૌથી હિંસક રાજ્ય પણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અહીં લોકો રસ્તાઓ પર ઝેર ફેલાવે છે, જેના કારણે 300 થી 400 પક્ષીઓ અને કૂતરા એક સાથે મૃત્યુ પામે છે.

મેનકા ગાંધીએ કહ્યું હતું કે કેરળમાં દર ત્રીજા દિવસે એક હાથીની હત્યા કરવામાં આવે છે. મેનકા ગાંધીના આ નિવેદન પર ઘણા લોકોએ વાંધો પણ ઉઠાવ્યો છે. મેનિકા ગાંધીએ હાથણીના મોત અંગે અનેક નિવેદનો આપ્યા હતા. જો કે, આ નિવેદન માટે તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

આખો મામલો શું હતો?

કેરળના પલક્કડ જિલ્લામાં, એક સગર્ભા હાથણી ખોરાકની શોધમાં જંગલ નજીકના ગામમાં પહોંચી હતી, પરંતુ ત્યાં તોફાની તત્વોએ અનાનસમાં વિસ્ફોટક ભરીને હાથણીને ખવડાવ્યો હતો. તેનાથી હાથણીના મોઢા અને જડબામાં ખરાબ રીતે ઇજાઓ થઈ હતી.

ત્યાર બાદ હાથણી વેલિયાર નદી પર પહોંચી, જ્યાં તે ત્રણ દિવસ પાણીમાં મોઢું નાખી ઉભી રહી. બાદમાં તેનું અને ગર્ભમાં બાળકનું મોત નીપજ્યું હતું. જો કે સગર્ભા હાથણીની હત્યાના કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

Next Story