Connect Gujarat
દેશ

દિલ્હીમાં કોરોના કેવી રીતે આવશે અંકુશમાં? શાહ સાથેની બેઠકમાં કેજરીવાલે રાખ્યું આ ફોર્મુલા

દિલ્હીમાં કોરોના કેવી રીતે આવશે અંકુશમાં?  શાહ સાથેની બેઠકમાં કેજરીવાલે રાખ્યું આ ફોર્મુલા
X

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના વધી રહેલા કેસોએ રાજય તેમજ કેન્દ્ર સરકારને ચિંતામાં મૂકી દીધા છે. જેને લઈને દેશના ગૃહમંત્રી અમિતશાહે આજે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ સાથે મહત્વની બેઠક યોજાઇ હતી.

કોરોના મહામારીથી અંકુશ મેળવવા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્લીના મુખ્યમંત્રી સાથે આજે વિશેષ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં દિલ્હીની કેજરીવાલ સરકારે કેન્દ્રની સામે અનેક માંગણીઓ કરી હોવાનું સૂત્રો પાસેથી માહિતી બહાર આવી છે. જેમાં દિલ્હી સરકાર રાષ્ટ્રીય પાટનગરમાં કોરોના માટેની ક્ષમતા વધારવા માંગે છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, બધી હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓની સારવાર હોવી જોઈએ.

દિલ્હી સરકારે કેન્દ્ર સરકારને કહ્યું, ખાનગી હોસ્પિટલો પર કેપિંગ રેટ લાગુ કરવામાં આવે. કોરોના પરીક્ષણ ખાનગી લેબ્સમાં પણ થવું જોઈએ, જ્યાં પરીક્ષણનો ખર્ચ સસ્તું રાખવો. કોરોના ટેસ્ટ અન્ય રોગોના ટેસ્ટ જેવું હોવું જોઈએ અને રિપોર્ટ સરળતાથી મળી જવો જોઈએ.

કેજરીવાલ સરકારે કેન્દ્ર સરકારને જણાવ્યુ રાષ્ટ્રીય પાટનગરમાં ખાનગી હોસ્પિટલો પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરવામાં આવે. તેમજ આવતા અઠવાડિયા સુધીમાં કોરોના દર્દીઓ માટે 20 હજાર વધારાના બેડની વ્યવસ્થા આવે. કેટલીક હોટલો અને બેંકવેટ હોલોનો ઉપયોગ આઇસોલેશન વોર્ડ તરીકે કરવામાં આવે.

કોરોના સામે લડવા પર ચર્ચા વિચારણા

રવિવારે ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે બેઠક બોલાવી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન, એઈમ્સના ડાયરેક્ટર ડો.રનદીપ ગુલેરિયા, દિલ્હીના નાયબ રાજ્યપાલ અનિલ બૈજલ અને ગૃહ મંત્રાલયના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

ગૃહ પ્રધાનની આ બેઠક આ અર્થમાં પણ વિશેષ છે કારણ કે પાટનગરમાં કોરોનાને લીધે બગડતી પરિસ્થિતિ પાછળ કેન્દ્ર, રાજ્ય અને એમસીડી તંત્ર વચ્ચે યોગ્ય સંકલનનો અભાવ હોવાની ચર્ચા થઈ છે. દિલ્હી સરકાર અને એમસીડી પ્રશાસન વચ્ચે આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

ગૃહમંત્રીએ આ બેઠક એવા સમયે બોલાવી છે જ્યારે દિલ્હીમાં દરરોજ કોરોના કેસ 2 હજારથી ઉપર આવવાનું શરૂ થયું છે. શનિવારના ડેટા અનુસાર, એક દિવસમાં દિલ્હીમાં કોરોનાના 2134 નવા દર્દીઓ મળી આવ્યા છે. આ સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં હવે કોરોના દર્દીઓની સંખ્યા વધીને 38,958 થઈ ગઈ છે. દિલ્હીમાં વાયરસને કારણે અત્યાર સુધીમાં 1271 લોકોએ જીવ ગુમાવ્યો છે. એક સારી વાત એ છે કે દિલ્હીમાં અત્યાર સુધીમાં 14945 દર્દીઓની સારવાર કરવામાં આવી છે.

Next Story