Connect Gujarat
Featured

જંબુસર નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ખાતે માટી ખોદકામ રોકવા પાલિકા પ્રમુખના પતિની માંગ

જંબુસર નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ખાતે માટી ખોદકામ રોકવા પાલિકા પ્રમુખના પતિની માંગ
X

જંબુસર નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ખાતેની જગ્યામાં ચાલી રહેલી માટીના ખોદકામને રોકવાની પાલિકા પ્રમુખના પતિએ માંગ કરી છે. અગાઉ આ જગ્યાએ માટી ખોદકામ કરવા માટે પાલિકાએ જ જગ્યા લીઝ પર આપી હતી અને હવે પાલિકા પ્રમુખના પતિએ જ આ લીઝ રદ કરવાની માંગણી કરી છે.

જંબુસરના રે.સ.નં. ૧૮૨૪/અ વાળી જમીન જંબુસર નગરપાલિકાને ઘનકચરાના નિકાલ માટે ફાળવવામાં આવી છે અગાઉ જંબુસર નગરપાલિકાએ ઠરાવ કરી આ જગ્યામાંથી માટી ખોદવા માટે ભરૂચના ઇન્દ્રવદન રાણાને પરવાનગી આપી હતી. હાલ આ જગ્યામાંથી લીઝ ધારક માટીનું ખોદકામ પણ કરી રહયાં છે. અત્યારે જંબુસર નગરપાલિકાએ ડમ્પીંગ સાઇટની જગ્યામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલુ કરી છે. આ ઉપરાંત વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટની કામગીરી પણ થઇ રહી છે આ જગ્યા ખાતે માટી ખોદકામ માટે આપવામાં આવેલી પરવાનગી રદ કરવા માટે પાલિકાએ ઠરાવ કરી કલેકટર કચેરીમાં મોકલી આપ્યો છે. આ બાબતે જંબુસર નગરપાલિકાના પ્રમુખના પતિ અને ભાજપના આગેવાન પ્રવિણ દુબેએ જણાવ્યું હતું કે, નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર કરવામાં આવતું ખોદકામ ખૂબ જ જોખમી છે અને તાત્કાલિક બંધ થવું જોઈએ આ ખોદકામથી ઘનકચરાના નિકાલની કામગીરી ભવિષ્યમાં મુશ્કેલ બની જશે અને જંબુસર નગર પાલિકાએ અન્ય જમીન વેચાણ લેવી પડશે માટે લીઝ રદ કરી માટી ખોદકામ તાત્કાલિક અસરથી બંધ કરવું ખૂબ જ જરૂરી છે.

Next Story