Connect Gujarat
ગુજરાત

પંચમહાલ જીલ્લામા એકના ડબલ કરવાની લાલચ આપીને HVN કંપનીના માલિકો ફરાર

પંચમહાલ જીલ્લામા એકના ડબલ કરવાની લાલચ આપીને HVN કંપનીના માલિકો ફરાર
X

૫૦૦૦થી વધુ રોકાણકારોએ રોકેલા પાચં કરોડથી વધુ જેટલી રકમ ફસાઈ

પંચમહાલ જીલ્લામા એચવીએન કંપનીના એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે. શહેરા તાલુકાના માતરીયા વ્યાસ ગામના એજન્ટના હાથ નીચે ૫૦૦૦થી વધુ રોકાણકારોએ રોકેલા પાચં કરોડથી વધુ જેટલી રકમ ફસાઈ જતા લોકોને તથા એજન્ટને તો માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે.

પંચમહાલ જીલ્લા સહીત ગુજરાતભરમાં ઠગ એચવીએન કંપનીની કાળી કરતુતો બહાર આવી રહી છે. લોકોને એકના ડબલ કરવાની લાલચ આપીને એચવીએન કંપનીના માલિકો ફરાર થઈ જતા કંપનીના એજન્ટોને માથે હાથ દઈ રોવાનો વખત આવ્યો છે. આ કંપનીમા એજન્ટો અને રોકાણકારોના લાખોની રકમ ડુબી છે. ત્યારે શહેરા તાલુકાના એક એજન્ટની નીચેના લોકોના બચત અને ફિક્સ ડીપોઝીટ પાંચ કરોડ કરતા વધુ રકમનો આંક બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="73064,73065,73066,73067,73068,73069,73070"]

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના માતરીયા વ્યાસ ગામના રમેશભાઈ હરીજન પોતે એચવીએન કંપનીમાં એજન્ટ તરીકે ૨૦૧૦ની સાલથી કામ કરતા હતા. તેઓએ પોતાની નીચે લોકોને કંપનીમા રોકાણની સ્કિમ સમજાવીને પાંચ કરોડ કરતા વધુ માતબર રકમ કંપનીમાં જમા કરાવી હતી. ૫૦૦૦ હજારથી વધુ રોકાણકારોએ રોકાણ કરેલ હતું.

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૬ની સાલથી કંપની દ્વારા પાકતી મુદતના નાણા આપવામા ગલ્લા તલ્લા કરવામા આવતા હતા. એક તરફ રમેશભાઈ હરીજન પોતે કંપનીના એજન્ટ હોવાને કારણે જેમને પૈસા બચત અને ફિક્સ ડીપોઝીટ પેટે મુકયા હતા. તેઓ રમેશભાઈના ઘરે આવીને પૈસાની માંગણી કરતા હતા. તેઓ ચિંતિત થઇ ઊઠ્યા છે. કંપનીનુ ઉઠમણુ થયા હોવાની વાત હવે પ્રસરી જતા એજન્ટઓ સાથે રોકાણકારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

Next Story