Connect Gujarat
ગુજરાત

હૈદરાબાદ પોલીસે કરેલ એન્કાઉન્ટર મામલે રાજકોટ શહેર અને જિલ્લામાં ફટાકડા ફોડી કરાઇ ઉજવણી

હૈદરાબાદ પોલીસે કરેલ એન્કાઉન્ટર મામલે રાજકોટ શહેર અને જિલ્લામાં ફટાકડા ફોડી કરાઇ ઉજવણી
X

હૈદરાબાદમાં

થયેલ દુષ્કર્મ મામલે દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો, ત્યારે

હૈદરાબાદ પોલીસે દુષ્કર્મના કેસમાં સંડોવાયેલ ચારેય આરોપીઓના એન્કાઉન્ટરમાં મોત

નિપજાવ્યા છે. હૈદરાબાદ પોલીસની કામગીરીને

વખાણી રાજકોટ શહેર અને જીલ્લામાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

હૈદરાબાદ પોલીસે દુષ્કર્મના કેસમાં સંડોવાયેલ ચારેય આરોપીઓના એન્કાઉન્ટરમાં મોત નિપજાવ્યા છે. આરોપીઓનું એન્કાઉન્ટર થતાં પોલીસની કામગીરીને ચોતરફ વખાણવામાં આવી રહી છે, ત્યારે રાજકોટમાં રાહદારીઓને મો મીઠા કરાવવામાં આવ્યા હતા તો સાથે જ ફટાકડા ફોડી ઉજવણી પણ કરવામાં આવી હતી.

તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પણ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. જે ઉજવણી ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા કરવામાં આવી હતી, ત્યારે આ તકે મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય લલિત વસોયા જણાવ્યું હતું કે, જે પ્રકારે હૈદરાબાદ પોલીસે દુષ્કર્મના આરોપીઓનું એન્કાઉન્ટર કર્યું છે તે જ પ્રકારે ગુજરાત પોલીસે પણ ગુજરાતમાં દુષ્કર્મના આરોપીઓને ઠાર મારવા જોઈએ.

Next Story
Share it