Connect Gujarat
સમાચાર

ICC ટી-20 વર્લ્ડ રેન્કિંગમાં વિરાટે જાળવી રાખ્યું પ્રથમ સ્થાન

ICC ટી-20 વર્લ્ડ રેન્કિંગમાં વિરાટે જાળવી રાખ્યું પ્રથમ સ્થાન
X

ભારતના સ્ટાર બેટ્સમેન અને ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલ ટી-20 વર્લ્ડ રેન્કિંગમાં બેટ્સમેન શ્રેણીમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ભારતના સ્પીનર રવિચંદ્રન અશ્વિને આસીસી ટી 20 વર્લ્ડ રેન્કિંગમાં બોલરોની શ્રેણીમાં પાંચમુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

તે સિવાય ભારતના રોહિત શર્મા લોકેશ રાહુલ જેવા ખેલાડીઓ પણ બેટ્સેનની શ્રેણીના રેન્કિંગમાં સુધારો કરવામાં સફળતા મેળવી હતી. રોહિતે પાંચ ક્રમાંકની છલાંગ મારીને 17મો ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે લોકેશ રાહુલે 31મુ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.

ટીમની રેન્કિંગમાં ભારતે ટી-20 વર્લ્ડ રેન્કિંગમાં બીજુ સ્થાન મેળવ્યુ છે. પહેલા સ્થાને ન્યુઝીલેન્ડની ટીમ છે જ્યારે ત્રીજા અને ચોથા સ્થાને અનુક્રમે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ છે.

Next Story