Connect Gujarat
દેશ

ICICI બેંકના CEO અને MD પદેથી ચંદાકોચરના રાજીનામાથી શેરમાં ૫%નો ઉછાળો

ICICI બેંકના CEO અને MD પદેથી ચંદાકોચરના રાજીનામાથી શેરમાં ૫%નો ઉછાળો
X

બોર્ડે સંદીપ બખ્શીને બેંકના બોર્ડ ડિરેકર્સમાં અને બેંકના સીએમડી બનાવવાનો નિર્ણય લીધો

વીડીયોકોન ધિરાણ બાબતે વિવાદમાં આવેલા ICICI બેંકના સીઈઓ ચંદાકોચરે આજે ગુરૂવારે તેમના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. તેમની જગ્યા પર સંદીપ બખ્શીને નવા સીએમડી બનાવાયા છે. ચંદા કોચરના રાજીનામાના પગલે ICICI બેંકના શેરમાં અંદાજે પાંચ ટકાનો વધારો થયો છે.

ગુરૂવારે બેંક તરફથી ચંદા કોચરના રાજીનામાની માહિતી શેરબજારને આપવામાં આવી હતી. બેંક તરફથી કહેવાયુ છે બોર્ડ ઓફ ડિરેકટકર્સ દ્વારા ચંદા કોચરનું રાજીનામુ સ્વીકારી લીધુ છે. બોર્ડે સંદીપ બખ્શીને બેંકના બોર્ડ ડિરેકર્સમાં અને બેંકના સીએમડી બનાવવાનો નિર્ણય લીધો છે. બખ્શીનો કાર્યકાળ પાંચ વર્ષ સુધીનો એટલે કે ૩ ઓકટોબર ૨૦૨૩ સુધીનો રહેશે.

બેંકના હિતને ન જોતા પરિવારના સભ્યોને લાભ આપવાના વ્હીસલ બ્લોઅરના આરોપી પછી ચંદા કોચર વિરુધ્ધ તપાસ ચાલી રહી હતી. વીડિયોકોનને લોન આપવાના કેસમાં ચંદા કોચર અને તેના પરિવારના સભ્યોની મિલીભગતનો હોવાનું સામે આવ્યું હતું તેમજ સેબીએ પણ આ મામલે ચંદા કોચરને નોટિસ પાઠવી છે. એક ન્યૂઝ પેપરે દાવો કર્યો છે કે, વિડિયોકોન ગ્રુપની પાંચ કંપનીઓને આઈસીઆઈસીઆઈ બેંક એપ્રિલ ૨૦૧૨માં ૩૨૫૦ કરોડની લોન આપી હતી. તેમાંથી ગ્રુપ દ્રારા ૨૮૧૦ કરોડ પરત કર્યા નથી ત્યાર પછી આ લોનને ૨૦૧૭માં એનપીએ (નોન પર્ફોમિંગ એસેટ) જાહેર કરી દેવાઈ હતી.

Next Story