Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ઈડર ખાતે પ્રથમવાર ઈડરિયા ગઢ પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ

સાબરકાંઠા : ઈડર ખાતે પ્રથમવાર ઈડરિયા ગઢ પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ
X

દુનિયાભરમા પ્રખ્યાત એવા અરવલ્લીની ગિરિમાળાઓ પર સ્થિત ઈડરિયા ગઢ ખાતે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્ર્મે જિલ્લા વહિવટીતંત્ર દ્રારા આયોજિત રાજ્યકક્ષાની પ્રથમ ઐતિહાસિક પર્વત ઈડરિયા ગઢ આરોહણ અવરોહણ જુનિયર સ્પર્ધા ૨૦૧૯-૨૦ તા. ૨૦ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ સવારે ૭:૩૦ કલાકે સરકારી પ્રાથમિક શાળા નંબર- ૪ ઇડર મુકામે યોજાઈ હતી. જેમા ઈડર વડાલીના ધારાસભ્ય હિતુ કનોડીયા ઉપસ્થિત રહ્યા હતા જેમા સાબરકાંઠા જિલ્લા સહીત આજુબાજુના જીલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેમજ આ સ્પર્ધાના સમાપન બાદ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કાર્યક્ર્મ યોજાયો હતો જેમા મહાનુભવોના હસ્તે વિજેતાઓને ટ્રોફી અને સન્માનપત્ર આપવામા આવ્યુ હતુ.

આ કાર્યક્ર્મમા ઇડર ધારાસભ્યશ્રી હીતુ કનોડીયા, ઈડર નગરપાલિકા પ્રમુખ ડૉ. જસવંતકુમારી વાઘેલા, ઈડર મામલતદાર એચ.બી. કોદરવી, ઈડર ટીડીઓ કે.કે. ચૌધરી તેમજ જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગમાંથી અધિકારીઓ હાજર રહ્યા હતા ગુજરાતભરના જુનિયર સાહસવીર ખેલાડી ભાઇઓ અને બહેનોને પ્રોત્સાહિત કરવા જિલ્લાભરમાંથી સર્વે નાગરિકોને ઉપસ્થિત રહ્યા હતા.

Next Story