Connect Gujarat
Featured

વ્હોટ્સ એપ ઉપર તમે જો કરો છો આ 10 ભૂલ,તો થોભજો..!

વ્હોટ્સ એપ ઉપર તમે જો કરો છો આ 10 ભૂલ,તો થોભજો..!
X

વ્હોટ્સ એપ એક એવી એપ્લીકેશન છે કે, જેના વગર હવે માણસ પોતાના કામ પૂર્ણ રીતે કરી શકતો નથી. વ્યવસાયની સાથે સાથે સેલ્ફ ડેવલપમેન્ટ અને પોતાના સોશિયલ નેટવર્કમાં તેમજ સોશિયલ ઇમેજમાં વધારો કરવા માટે પણ વ્હોટ્સ એપ એક જરૂરી માધ્યમ બન્યું છે. પરંતુ જો તમે વ્હોટ્સ એપ ઉપર આ 10 ભૂલો કરતાં હોય તો થોભજો. કારણ કે, તે તમને બદનામીના ભરડામાં અને જેલના ઓરડા સુધી પહોંચાડી શકે છે.

જુઓ શું છે વ્હોટ્સ એપ ઉપર થતી 10 ભૂલ…

  • ક્યારેય પણ કોઈ બીજાના નામે વ્હોટ્સ એપ એકાઉન્ટ બનાવાવું નહીં, તે સૌથી મોટો ગુન્હો છે.
  • અજાણ્યા વ્યક્તિને વ્હોટ્સ એપ ઉપર આમંત્રિત કરવો તે ખતરનાક સાબિત થઈ શકે છે. તદુપરાંત જે વ્યક્તિને તમે ન ઓળખતા હોય તેમને વ્હોટ્સ એપ કોંટેક્ટ લિસ્ટમાંથી રીમુવ કરી દેવા જોઈએ.
  • તમારો વ્હોટ્સ એપ પ્રોફાઇલ ફોટો તમારા વિષે લોકોને વધુ માહિતી ન આપે તેનું ધ્યાન રાખવું જોઈએ.
  • 2 સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ ન કરતાં હોય, તો વહેલી તકે શરૂ કરી દેજો.
  • આપનું વ્હોટ્સ એપ સ્ટેટસ પબ્લિકલી ન કરી પર્સનલ રાખવું વધુ હિતાવહ છે.
  • અજાણ્યા નંબર અથવા વ્યક્તિ દ્વારા કોઈ પણ વ્હોટ્સ એપ ગ્રૂપમાં એડ થતાં નહીં.
  • વ્હોટ્સ એપ મીડિયા ફાઇલ જો ઓટોમેટીકલી ફોન ગેલેરીમાં ડાઉનલોડ થઈ જતી હોય, તો તે બંધ કરશો.
  • વ્હોટ્સ એપ ઓટો બેકઅપ, આઈ ક્લાઉડ અથવા ગૂગલ ડ્રાઈવમાં જતું હોય, તો તેને અટકાવજો.
  • બીભત્સ ચિત્રો અથવા વિડિયો શેર કરશો, તો જેલ સુધી પણ જવું પડી શકે છે.
  • વ્હોટ્સ એપ પર અફવા, ભડકાઉ મેસેજ અથવા કોઈપણ સંવેદનશીલ વિષય ઉપર ટિપ્પણી કરતાં હોય, તો ચેતજો. કેમ કે, તે કાનૂનન અપરાધ છે.

Next Story