Connect Gujarat
ગુજરાત

IIM-અમદાવાદે ફ્લિપકાર્ટ પાસે માંગી નોકરીની ખાતરી!

IIM-અમદાવાદે ફ્લિપકાર્ટ પાસે માંગી નોકરીની ખાતરી!
X

દેશની જાણીતી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે કેમ્પસ પ્લેસમેન્ટમાં સિલેક્ટ થયેલા ઉમેદવારોની જોઇનીંગ ડેટમાં 6 માસનો વિલંબ કર્યો છે. તેથી અમદાવાદ IIMએ આ મુદ્દે વિદ્યાર્થીઓની નોકરી માટે ખાતરીની માંગણી કરી છે.

આ અંગે અમદાવાદ IIMના પ્લેસમેન્ટ કમિટીના ચેરમેન આશા કૌલે ફ્લિપકાર્ટના સીઇઓ બિન્ની બંસલને મેઇલ કરીને કેમ્પસ ઇન્ટરવ્યુમાં પસંદગી પામેલા ઉમેદવારોને નોકરીની ખાતરી આપવા જણાવ્યું હતું. તે સાથે જ આશા કૌલે તે વાતનો ઉલ્લેખ કર્યો હતો કે વિદ્યાર્થીઓને પોતાની લોન ચૂકવવાની હોવાથી તેમણે બીજી તકોને બદલે આ કંપનીને પસંદ કરી હતી.

સુત્રોના જણાવ્યા મુજબ આશા કૌલે આ અંગે ફ્લિકકાર્ટ મેનેજમેન્ટને સંબંધિત પક્ષ સાથે કોન્ફરન્સ કોલ કરીને સમસ્યાનો ઉકેલ લાવવા માટે પણ અનુરોધ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે કેમ્પસ ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થયેલા અમદાવાદ-IIMના વિદ્યાર્થીઓએ જૂન મહિનાથી જોઇનીંગ કરવાનું હતું. પરંતુ ફ્લિપકાર્ટે તેમની જોઇનિંગ ડેટ લંબાવીને ડિસેમ્બર કરી દીધી છે.

Next Story