Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : 8 મહિનામાં 900 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયાં

અમદાવાદ : 8 મહિનામાં 900 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયાં
X

રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે હવે પોલીસ કર્મચારીઓ પણ કોરોનાના ભરડામાં આવી રહયા છે. છેલ્લા આઠ મહિનામાં 900થી વધારે પોલીસ કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયાં છે.

છેલ્લા 8 મહિનાથી સતત ફરજ બજાવતા અમદાવાદના 900 થી વધુ પોલીસ કર્મીઓ સંક્રમિત થયા છે ત્યારે આ કોરોના વધારે પોલીસકર્મીઓને ભરડામાં ના લે તે માટે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના 50 થી વધુ પોલીસ સ્ટેશનોમાં કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહયા છે 14 હજાર પોલીસ જવાનોને સુરક્ષિત કરવા માટે એએમસી અને સામાજિક સંસ્થાઓની મદદથી આ ટેસ્ટ કરવામાં આવે છે શહેરના જેસીપી એડમીન અજય ચૌધરી પોતે આખી વ્યવસ્થાનું સુપરવિઝન કરી રહયા છે.

અમદાવાદમાં અત્યાર સુધીમાં 970 પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે જેમાંથી 800 થી વધુ પોલીસ કર્મીઓએ કોરોના ને માત આપી છે તો 11 પોલીસ કર્મીઓ કોરોના ને કારણે મૃત્યુ પામ્યા છે શહેરના દરેક પોલીસ સ્ટેશન અને ઓફિસોને સતત સૅનેટાઇઝ કરવામાં આવી રહી છે સુરક્ષા માટે દરેક પગલાં ભરવામાં આવી રહયા છે છતાં પોલીસ કર્મીઓ પોઝિટિવ આવતા તંત્ર માં ચિંતા વ્યાપી છે.

Next Story