Connect Gujarat
દેશ

મધ્ય પ્રદેશમાં કપલે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખી એકબીજાને લાકડીથી ‘વરમાળા’ પહેરાવી

મધ્ય પ્રદેશમાં કપલે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખી એકબીજાને લાકડીથી ‘વરમાળા’ પહેરાવી
X

લોકડાઉનમાં કપલ અનોખી રીતે અને જિંદગીભર યાદ રહે તેવા લગ્ન કરી રહ્યા છે. મધ્ય પ્રદેશના ધાર જીલ્લામાં લગ્નમાં થયેલા એક લગ્નનો એક વીડિયો હાલ ઇન્ટરનેટ પર જોરદાર વાઈરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દુલ્હા-દુલ્હને પોતાની વચ્ચે 1 મીટરનું અંતર રાખીને લાકડીને મદદથી એકબીજાને વરમાળા પહેરાવી.

https://twitter.com/Anurag_Dwary/status/1256514954146045952

પત્રકાર અનુરાજ દ્વારીએ કપલનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. દુલ્હન ભારતી અને વરરાજા ડો. રાજેશના લગ્નની તારીખ ઘણા મહિના પહેલાં નક્કી થઇ ગઈ હતી. બંને પરિવાર તેમના સંતાનના લગ્ન ધામ-ધૂમથી કરાવવા માગતા હતા પણ લોકડાઉનને લીધે બધા પ્લાનિંગ પર પાણી ફરી વળ્યું. આથી બંને પરિવારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કપલના મંદિરમાં લગ્ન કરાવ્યા. આ કપલે સોશિયલ ડિસ્ટન્સિંગ કઈક વધારે પડતું જ ગંભીર લઇ લીધું હતું. તેમણે એકબીજાને વરમાળા પણ લાકડીથી જ પહેરાવી. લગ્ન પહેલાં આખ મંદિરને સેનિટાઈઝ કર્યું હતું. બ્રાહ્મણે હિન્દુ વિધિથી લગ્ન કર્યા અને મેરેજને યાદગાર બનાવવા માટે છોડ પણ રોપ્યા.

Next Story