Connect Gujarat
દુનિયા

ભારત સામેની બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમે માત્ર 36 ઓવરમાં 132 રનના સામાન્ય સ્કોરને વટાવી જીત મેળવી

ભારત સામેની બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમે માત્ર 36 ઓવરમાં 132 રનના સામાન્ય સ્કોરને વટાવી જીત મેળવી
X

ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચ રમવા માટે હેગ્લે ઓવલ મેદાન ખાતે

પહોંચી હતી. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પણ ભારતને નિષ્ફળતા

સાંપડી હતી અને મેચના ત્રીજા દિવસે સોમવારના રોજ જ સાત વિકેટથી હરાવીને ભારતના

સૂપડા સાફ કરી દીધા છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડે બે મેચની

ટેસ્ટ સીરીઝને 2-0થી પોતાના

નામે કરીને ભારતને આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પહેલી સીરીઝ હારવા પર મજબૂર કરી

દીધું છે.

ભારતે પહેલી ઈનિંગમાં 242 રન ફટકાર્યા હતા જેની સામે

ન્યૂઝીલેન્ડે પહેલી ઈનિંગમાં 235 રન ફટકાર્યા હતા. બીજી ઈનિંગમાં ભારતીય

બેટ્સમેન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા અને ટીમ 124 રન બનાવીને જ પેવેલિયન ભેગી થઈ ગઈ

હતી. ફક્ત 132 રનના સામાન્ય લક્ષ્યાંકને કીવી

ટીમે ટી બ્રેક પહેલા જ 36 ઓવર્સમાં

ત્રણ વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધો હતો.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસને

સંબોધીને કહ્યું મને લાગે છે કે આપણી ટિમ જે રીતે ક્રિકેટ રમે છે તે ક્રિકેટ

જોવા મળી નથી. હવે જે થયું એ થઈ ગયું આ વાતથી દુર રહી અને શર્મ રાખ્યા વગર

ટીમને આવનાર મેચ બદલ આશ્વાસન આપો.

Next Story