Connect Gujarat
Featured

રાજ્યમાં લાંચિયા,ટપોરીયાઓની હવે ખેર નહી, પોલીસની વર્દી પર લગાવશે કેમેરા

રાજ્યમાં લાંચિયા,ટપોરીયાઓની હવે ખેર નહી, પોલીસની વર્દી પર લગાવશે કેમેરા
X

CM રૂપાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, કાયદો-વ્યવસ્થા સારી હશે તો વિકાસ સરળ બનશે. ભૂતકાળમાં કોમી તોફાનો જોયા છે. જમીનના ભાવ વધતા લેન્ડ ગ્રેબિંગના કેસ વધ્યા છે અને સાયબર ક્રાઈમ પણ વધી રહ્યાં છે.

CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, પોલીસ જ ભક્ષક બને તે ક્યારેય ન ચલાવી શકાય, પોલીસના લોકો ગુનેગારોને મદદ ન કરે અને RR સેલની કોઈ જરૂર નથી. રાજ્ય સરકારે RR સેલ નાબૂદ કર્યો છે. 1995થી RR સેલ ચાલી રહ્યો હતો. SPને વધુ પાવર આપવામાં આવશે. સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરાયા છે. તમામ રેન્જમાં સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરાયા છે. બજેટમાં સાયબર પોલીસ સ્ટેશનની સંખ્યા વધારાશે.

કેમેરા નેટવર્કને ત્રિનેત્ર નામ આપવામાં આવ્યું

કેમેરા નેટવર્ક ઉભુ કર્યું છે હવે ગુનેગાર છટકી ન જાય તેની વ્યવસ્થા કરી લીધી છે અને આ કેમેરા નેટવર્કને ત્રિનેત્ર નામ આપવામાં આવ્યું છે. પોલીસ કંટ્રોલરૂમમાંથી મોનિટરિંગ કરી શકશે અને પોલીસ જવાનોને કેમેરા અપાશે જેથી પબ્લિક સાથેનો વ્યવહાર સીધો જોઈ શકાશે. વર્દી પર કેમેરા લગાવવામાં આવશે. પોલીસકર્મીઓની વતર્ણૂક સુધારવા પહેરાશે. પોલીસ વિરુદ્ધ ખોટી ફરિયાદો પણ થાય છે.

Next Story