Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 485 નવા કેસ નોધાયા, 709 દર્દીઓ થયા સાજા

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 485 નવા કેસ નોધાયા, 709 દર્દીઓ થયા સાજા
X

રાજ્યમાં કોરોના સંક્રમણનો કહેર દિવસેને દિવસે ઘટી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 485 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 2 દર્દીઓના મોત થયા છે. ગુજરાતમાં કુલ કેસનો આંકડો 256852 પર પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 4369 થયો છે. રાજ્યમાં હાલ 5967 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,46,516 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 52 દર્દી વેન્ટીલેટર પર છે અને 5915 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે નવા 485 નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 99, સુરત કોર્પોરેશનમાં 84, વડોદરા કોર્પોરેશનમાં 72, રાજકોટ કોર્પોરેશનમાં 51, વડોદરા 23, મહેસાણા 14, રાજકોટ 14, કચ્છ 11, જામનગર કોર્પરેશનમાં 10, ગાંધીનગરમાં 9 અને જામનગરમાં 9 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 મળી કુલ 2 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.

રાજ્યમાં આજે કુલ 709 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.98 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,67,612 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

Next Story