Connect Gujarat
Featured

રાજ્યમાં આજે કોરોના ફરી બન્યો બેકાબૂ, 675 નવા પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં આજે કોરોના ફરી બન્યો બેકાબૂ, 675 નવા પોઝિટિવ કેસ નોંધાયા
X

રાજ્યમાં આજે કોરોના ફરી બેકાબૂ બન્યો છે. દિવસેને દિવસે સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે છેલ્લા 24 કલાકમાં 675 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 484 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એકપણ મૃત્યુ થયું નથી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4418 લોકોના કોરોનાથી મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,67,250 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.11 ટકા પર પહોંચ્યો છે. હાલ 3529 એક્ટિવ કેસ છે, જેમાંથી 47 લોકો વેન્ટિલેટર પર અને 3482 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 675 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 161, અમદાવાદ કોર્પોરેશનમાં 141, વડોદરા કોર્પોરેશનમાં 96, રાજકોટ કોર્પોરેશન 65, સુરત 18, ભાવનગર કોર્પોરેશન-17, ભરૂચ 15, ખેડા-15, રાજકોટ-14, આણંદ-13, કચ્છ-12, વડોદરા-11, ગાંધીનગર કોર્પોરેશન, મહેસાણા અને પંચમહાલ 8-8 કેસ નોંધાયા હતા.

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 17,13,467 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 4,19,798 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 57,277 લોકોને રસી આપવામાં આવી છે.

Next Story