Connect Gujarat
Featured

IND vs ENG: ભારતે છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 25 રનથી હરાવીને શ્રેણી 3-1થી કબજે કરી.

IND vs ENG: ભારતે છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 25 રનથી હરાવીને શ્રેણી 3-1થી કબજે કરી.
X

ભારતે છેલ્લી ટેસ્ટ મેચ ઈનિંગ્સ અને 25 રને પોતાના નામે કરી છે. આ સાથે ભારત 3-1થી શ્રેણી જીતવામાં સફળ રહ્યું છે. છેલ્લી ટેસ્ટમાં જીત સાથે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પણ પહોંચી ગયું છે. ફાઈનલમાં ભારત ન્યુઝીલેન્ડ સાથે ટકરાશે.

ઇંગ્લેન્ડની ટીમ ત્રણ દિવસમાં છેલ્લી ટેસ્ટમાં હારી ગઈ. આ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેંડ પ્રથમ દાવમાં 205 રન બનાવી શક્યું હતું. પરંતુ ભારતે શાનદાર બેટિંગ કરતા પ્રથમ ઇનિંગ્સમાં 365 રન બનાવ્યા હતા અને 160 રનની લીડ લીધી હતી. ઇંગ્લેન્ડ બીજી ઇનિંગમાં 135 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. અક્ષર પટેલે આ મેચમાં 9 અને અશ્વિને 8 વિકેટ લીધી હતી. ઋષભ પંતે ભારત વતી સદી ફટકારી હતી.

ઇંગ્લેન્ડે આ શ્રેણીમાં પ્રથમ મેચ 227 રનથી જીતીને શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ બીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 317 રનથી હરાવીને વાપસી કર્યુ હતું. આ પછી ભારતે બીજી ટેસ્ટ પર બે દિવસમાં 10 વિકેટથી જીત મેળવી હતી. ભારત છેલ્લી ટેસ્ટ ત્રણ દિવસમાં ઇનિંગ્સ અને 25 રને જીતવામાં સફળ રહ્યું.

Next Story