Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લા કક્ષાના 72માં સ્વાતંત્ર પર્વની હાંસોટ ખાતે થઈ ઉજવણી

ભરૂચ જિલ્લા કક્ષાના 72માં સ્વાતંત્ર પર્વની હાંસોટ ખાતે થઈ ઉજવણી
X

સ્વાતંત્ર્ય પર્વના આ પાવન દિવસે ગુજરાતની પ્રગતિ માટે આપણે સહુ કટિબદ્ધ બનીએ - મંત્રી ઇશ્વરભાઇ પરમાર

હાંસોટ તાલુકાના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી રૂા.૨૫ લાખનો ચેક પ્રાંત અધિકારી ભગોરાને એનાયત

વિવિધ ક્ષેત્રે વિશિષ્ટા પ્રદાન કર્તાઓનું સન્મારન, શ્રેષ્ઠપ સાંસ્કૃાત્તિક કૃતિઓને ઇનામ એનાયત થયા

ભરૂચ જિલ્લાના હાંસોટ જીન કંમ્પાજઉન્ડન ખાતે જિલ્લા કક્ષાના ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યરના સામાજિક ન્યાય અને અધિકારિતા (અનુસુચિત જાતિ કલ્યાાણ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત) ગુજરાત રાજ્યચના મંત્રી ઇશ્વરભાઇ પરમારે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અવસરે ભારતની આઝાદી માટે અવિરત સંઘર્ષ કરી નામી-અનામી અનેક વિરલાઓએ પોતાની જિંદગી આઝાદીની લડતમાં હોમીને આપણને મહામુલી આઝાદી અપાવી છે. ભારતના તિરંગાની આન-બાન-શાન માટે વંદેમાતરમનો મંત્ર ગુંજતા-ગુંજવતા જીવન હોમી દીધા છે એમના બલિદાનને આપણે એળે જવા દેવાનું નથી તેમ જણાવી સ્વાતંત્ર્યવીરોને શ્રધ્ધાંજલિ અર્પી હતી.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="60881,60882,60883,60884,60885,60886,60887,60888,60889,60890,60891,60892,60893,60894,60895,60896,60897,60898"]

ભરૂચ જિલ્લાના પ્રજાજનોને સ્વાજતંત્ર્ય પર્વની શુભેચ્છા ઓ પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતે વિકાસના તમામ ક્ષેત્રોમાં અનેક સિધ્ધિવઓ હાંસલ કરી છે. સાથો સાથ સમગ્રતયા વિકાસના તમામ આયામોમાં ભરૂચ જિલ્લાએ નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઔદ્યોગિક વિકાસ સાથે છેવાડાનો માનવી વિકાસથી વંચિત ન રહે તે માટે રાજય સરકારે વિવિધ કદમ ઉઠાવ્યા છે. પ્રગતિશીલ સરકારના પ્રણેતા મુખ્યરમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત ગૌરવદિનથી રાજ્યભરમાં આરંભ કરેલા સુજલામ સુફલામ જળસંચય અભિયાનમાં ગુજરાતની વિરાટ જનશક્તિથ સ્વસયંભૂ જોડાઇને રાજ્યુના હજારો તળાવો, ચેકડેમો, જળાશયો ઊંડા કરવાના કામમાં લાખો ગુજરાતીઓ સરકારની સાથે ખભેખભા મિલાવીને જોડાઇ ગયા હતા. ગુજરાતમાં ન ભૂતો ન ભવિષ્યતિ એવું જળસંચયનું વિરાટ કાર્ય સંપન્ન થયું.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, મુખ્યતમંત્રી વિજયભાઇ રૂપાણી અને સરકાર ઉપર લોકોએ મૂકેલા વિશ્વાસનો તેમની સંવેદનશીલ સરકારે જનસેવાના પ્રથમ ૧૦૦ દિવસમાં જ ૨૦૦ ઉપરાંત હિતલક્ષી નિર્ણયો લઇને પડઘો પાડયો છે. તત્કાલિન મુખ્યળમંત્રી અને ભારતના સમ્રાટ નરેન્દ્ર ભાઇ મોદીએ ગુજરાતના વિકાસના જે પાયા નાંખ્યા છે. તેની ઉપર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યતમંત્રી નીતિનભાઇ પટેલની પ્રગતિશીલ સરકારે ગ્રામજનો, યુવાનો, મહિલાઓ, વનબંધુઓ, વંચિત, ખેડૂતો સૌ કોઇના સમતોલ વિકાસની ઇમારત ઊભી કરી છે. એટલું જ નહી સારવાર માટેની રકમની મર્યાદા રૂા.૨ લાખથી વધારીને રૂા.૩ લાખ કરવામાં આવી છે. મુખ્યહમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વા હેઠળની આ સંવેદનશીલ સરકારે વાર્ષિક રૂા.૬ લાખ સુધીની આવક ધરાવતાં કુટુંબના ૬૦ વર્ષ કે તેથી વધુ વયના સિનિયર સિટીઝનને પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેમજ કિડની, લીવર અને પેન્ક્રીઆઝ પ્રત્યારોપણ માટે રૂા.૨ લાખ સુધીની સહાય આપવામાં આવતી હતી જે વધારીને રૂા.૫ લાખ સુધીની કરવામાં આવી છે. જ્યા.રે રીપ્લેસમેન્ટસ અને હીપ રીપ્લેસમેન્ટ માટે એક પગના રૂા.૪૦ હજાર અને બે પગના રૂા.૮૦ હજાર સુધીની સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય સરકારે લીધો છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, કૃષિ ક્ષેત્રે ગુજરાતે છેલ્લા દોઢ-પોણા બે દાયકામાં ચમત્કાર સર્જ્યોય છે. રાજ્ય ના કિસાન ભાઇઓનો અથાગ પરિશ્રમ અને રાજ્ય સરકારની વિવિધ કિસાનલક્ષી યોજનાઓના સમન્વયથી ગુજરાતનો કૃષિ વિકાસ દર સરેરાશ ડબલ ડીજીટમાં રહ્યો છે. સબસિડીયુક્તવ રાસાયણિક ખાતરોનું વેચાણ પીઓએસ મશીન મારફતે ખેડૂતભાઇઓને મળી રહે છે. ખેડૂતોને ૦ ટકા વ્યાકજથી ધિરાણ, ખેડૂતોની જમીનનું પરીક્ષણ, કિસાન હિતકારી યોજના એસકેવાય જેવી મહત્વોપૂર્ણ કિસાનહીતલક્ષી યોજનાઓનો સરકારે નક્કર અમલ કર્યો છે. આ ૦ ટકા વ્યાજથી ખેડૂતોને ધિરાણ આપતું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે.

મંત્રીએ કહ્યું હતું કે, સરકાર ગરીબોની, શોષિતોની અને વંચિતોની સરકાર છે આ સરકારે ગુજરાતની સાડા છ કરોડની જનતાને તેમના પ્રશ્નોનો ઉકેલ તેમના ઘર આંગણે જઇને ‘‘ સેવા સેતુ '' કાર્યક્રમ યોજીને ત્રણ તબક્કામાં એક કરોડ લોકોને તેમના જરૂરી દસ્તાવેજો વિષયક પ્રશ્નો હલ કરી આપ્યા છે. હવે ‘‘ સેવા સેતુ '' કાર્યક્રમનો ચોથો તબક્કો આગામી ૨૪ મી ઓગષ્ટથી શરૂ કરવામાં આવશે. આખો દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીના વિચક્ષણ માર્ગદર્શન હેઠળ પ્રગતિના સોપાનો સર કરી રહ્યા છે ત્યારે રાષ્ટ્ર્ના વિકાસ માટે રાજ્યનો વિકાસની વિભાગનાથી મુખ્યંમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત રાજ્યેની પ્રગતિનો આગવો નકશો કંડાર્યો છે. વિકાસના કેન્દ્રમાં જનસામાન્યને રાખીને આધુનિક ટેકનોલોજીના સમન્વય દ્વારા વહીવટમાં સંવેદનાસભર ત્વરિત નિર્ણયો લઇને ગુજરાતના ખુણે ખૂણાના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાની પ્રતીતિ થઇ છે. ગુજરાતના પનોતાપુત્ર અને દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી ‘‘ બેટી બચાવો બેટી પઢાવો '' ના વિચાર સાથે સમગ્ર રાષ્ટ્રમાં મહિલા સશક્તિરકરણ માટે વિશેષ યોજનાઓ અમલમાં મૂકી રહ્યા' છે ત્યારે સરકારે ૮ મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જન્મ લેનારી તમામ દીકરીઓને ચાંદીનો સિકકો અર્પણ કરીને ‘‘નન્હીં પરી અવતરણ'' નો વિશિષ્ટ કાર્યક્રમ દ્વારા નારી શક્તિને પ્રોત્સાહન આપ્યું છે.

પ્રારંભે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા (અનુસુચિત જાતિ કલ્યાથણ, સામજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત) ગુજરાત રાજ્યના મંત્રી ઇશ્વરભાઇ પરમારે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ ર્ક્યું હતું. તેમની સાથે જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા અને જિલ્લા પોલીસ વડા ચૂડાસમા જોડાયા હતા.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પોલીસ દ્વારા માર્ચપાસ્ટ રાખવામાં આવેલ. મંત્રી ઇશ્વરભાઇ પરમારના વરદ હસ્તે વિભિન્ન ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનારાઓનું સ્મૃતિચિન્હનથી બહુમાન કરાયું હતું. આ અવસરે પોલીસ પરેડ તથા વિવિધ શાળાના બાળકોએ દેશભકિતના ગીતો તેમજ સાંસ્કૃયતિક કાર્યક્રમો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. હાંસોટ તાલુકાના વિકાસ માટે મંત્રી ઇશ્વરભાઇ પરમારે રૂા.૨૫ લાખનો ચેક પ્રાંત અધિકારી ભગોરાને અર્પણ કરાયો હતો. શ્રેષ્ઠ સાંસ્કૃત્તિક કાર્યક્રમ, જાહેરાત કરી તેઓને પણ પ્રોત્સાહિત કરાયા હતા.

આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા પોલીસ અધિક્ષક ચૂડાસમા, નિવાસી અધિક કલેક્ટર આઇ.જે.માળી, પ્રાંત અધિકારી ભગોરા, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ-પદાધિકારીઓ, જિલ્લા-તાલુકાના આગેવાનો, શાળાના બાળકો, પોલીસ જવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડયા હતાં.

આ કાર્યક્રમ બાદ મંત્રી ઇશ્વરભાઇ પરમારે હાંસોટ જીન કંમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ ર્ક્યુ હતું.

Next Story