Connect Gujarat
Featured

કોરોના વેક્સિનેશન અભિયાનમાં ભારતે પ્રાપ્ત કરી નવી ઉપલબ્ધી, 2 કરોડથી વધુ લોકોને અપાઈ વેક્સીન

કોરોના વેક્સિનેશન અભિયાનમાં ભારતે પ્રાપ્ત કરી નવી ઉપલબ્ધી, 2 કરોડથી વધુ લોકોને અપાઈ વેક્સીન
X

ભારતમાં વિશ્વનું સૌથી મોટું કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે. ત્યારે ભારતે કોરોના વેક્સિનેશન અભિયાનમાં એક નવી જ ઉપલબ્ધી હાંસલ કરી છે. દેશમાં અત્યાર સુધી 2 કરોડ 91 લાખ લોકોનું કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું છે. આ સાથે જ દેશમાં કોવિડ-19 થી સાજા થનારા લોકોની સંખ્યા અંદાજે 97 ટકા થઈ ગઈ છે. પરંતુ કેટલાક રાજ્યોમાં કોવિડ સંક્રમણના કેસ વધતા કેન્દ્ર, 5 રાજ્યો સાથે બેઠકો યોજી રહ્યું છે.

દેશભરમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના સંક્રમણના વધુ 24,882 કેસ નોંધાયા હતા. જ્યારે દેશમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુનો દર હજી પણ 1.40 ટકાના લઘુત્તમ સ્તરે છે. આરોગ્ય મંત્રાલયે લોકોને કોરોના સંક્રમણને હળવાશથી ન લેવા પણ અપીલ કરી છે.. કોરોના સામેની લડાઇમાં દેશમાં અત્યાર સુધીમાં 22 કરોડ 58 લાખથી વધુ લોકોના કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે.

Next Story