Connect Gujarat
દેશ

કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ આજે ભારત બંધ, 25 કરોડ કામદારોની હાકલ!

કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ આજે ભારત બંધ, 25 કરોડ કામદારોની હાકલ!
X

કેન્દ્ર સરકારની

નીતિઓ વિરુદ્ધ ભારતમાં આજે બંધનું એલાન અપાયું છે.

દસ કેન્દ્રિય ટ્રેડ યુનિયનોએ આજે બુધવારે દેશવ્યાપી હડતાલની હાકલ કરી છે. બીજી તરફ, કેન્દ્રીય કર્મચારી

મંત્રાલયે એક હુકમ જારી કરી કર્મચારીઓને હડતાલથી દૂર રહેવાની ચેતવણી આપી છે. ટ્રેડ

યુનિયનનું કહેવું છે કે તેઓ 12-મુદ્દાની માંગણીઓ

માટે હડતાલ પર છે, જેમાં મજૂર સુધારણા, સીધું વિદેશી રોકાણ અને ખાનગીકરણનો સમાવેશ થાય છે. દાવો

કરવામાં આવ્યો છે કે લગભગ 25 કરોડ લોકો આ

હડતાલમાં સામેલ થશે. આ હડતાલમાં INTUC ઉપરાંત, AITUC, CITU,

AIUTUC, AICCTU, LPF, HMS, TUCC, SEWA, UTUC સહિત વિવિધ સંઘ અને ફેડરેશનો જોડાશે. કર્મચારી સંઘોના પરિસંઘએ એક

સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, "શ્રમ મંત્રાલય

કર્મચારીઓની કોઈપણ માંગણીઓ અંગે કોઈ ખાતરી આપી શક્યું નથી. મંત્રાલયે યુનિયનોના

પ્રતિનિધિઓની બેઠક બોલાવી હતી. પરંતુ કામદારો પ્રત્યે તેમનું વલણ સારું નથી. '

ભારતના કેટલાક

વિસ્તારોમાં આજે ભારત બંધની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં

વ્યાપક અસર જોવા મળી રહી છે. જ્યારે દેશના અન્ય મુંબઈ સહિતના વિસ્તારોમાં કર્મચારી

સંઘ રસ્તાઓ ઉપર ઉતરી બંધને સફળ બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. બંધના મામલે

રાજનીતિક હલચલ પણ જોવાઈ રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે ટ્વીટ કર્યું

છે.

ભારત બંધ અંગે રાહુલ

ગાંધીનું ટ્વીટ:

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી-શાહ સરકારની લોકવિરોધી નીતિઓ, મજૂર વિરોધી નીતિઓએ વિનાશકારી બેરોજગારી ઉભી કરી છે અને મોદીના સમૃદ્ધ મૂડીવાદી મિત્રોને તેમના વેચાણને યોગ્ય ઠેરવવા અમારા જાહેર ઉપક્રમોને નબળા બનાવી રહ્યા છે. આજે 25 કરોડ કામદારોએ ભારત બંધનું એલાન આપ્યું છે. હું તેમને સલામ કરું છું.

https://twitter.com/RahulGandhi/status/1214756142494048261?s=20

Next Story