Connect Gujarat
ગુજરાત

લોકડાઉન સમયસર લાગુ ન થયુ હોત તો હાલ ભારતમાં 8 લાખથી વધુ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ થયા હોત : સ્વાસ્થ્ય મંત્રાલય 

લોકડાઉન સમયસર લાગુ ન થયુ હોત તો હાલ ભારતમાં 8 લાખથી વધુ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ થયા હોત : સ્વાસ્થ્ય મંત્રાલય 
X

ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 8454 થઈ ગયા છે. શુકવારના રોજ એક જ દિવસમાં કોરોનાના 1035 નવા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારના રોજ આ અંગે જાણકારી આપી હતી. આ જીવલેણ વાયરસના કારણે મરનારાઓની સંખ્યા વધીને 242 થઈ ચૂકી છે અને અત્યાર સુધીમાં 642 લોકો આ બિમારીને માત આપીને સ્વસ્થ્ય થવામાં સફળ રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના જણાવ્યા અનુસાર કોરોના વાયરસથી બચવા માટે ભારત અગમચેતી રૂપે જે પગલા લીધા છે તે ખરેખર ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યા છે. તેમજ દેશમાં 586 કોરોના વાયરસ સમર્પિત હોસ્પિટલ્સ અને ત્રણ લાખ આઈસોલેશન બેડ અને 11,500 આઈસીયૂ બેડ છે. દેશમાં કોરોના વાયરસની લપેટમાં આવેલા અતિ પ્રભાવિત વિસ્તારોની ઓળખ કરવા માટે સરકાર પહેલેથી જ જરૂરી પગલાઓ લેવા લાગી હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે જો લોકડાઉન લાગુ કરવામાં ન આવત તો કોરોના વાયરસનું સંક્રમણ 41 ટકા જેટલું વધી ગયું હોત. જેના ફળ સ્વરૂપે 15 એપ્રિલ સુધીમાં કોરોનાના 8.2 લાખ કેસો નોંધાઈ ગયા હોત. કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું કે આજે ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પક્ષ લખીને અપીલ કરી છે કે ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફને જરૂર હોય તે પ્રમાણે જરૂરી તમામ સુરક્ષા પૂરી પાડવામાં આવે.

Next Story