Connect Gujarat
Featured

કપ્તાન કોહલીએ 85 રન ફટકાર્યા હોવા છતાં પણ ભારત ઓસ્ટ્રલિયા સાથેની ત્રીજી ટી -20 હાર્યું

કપ્તાન કોહલીએ 85 રન ફટકાર્યા હોવા છતાં પણ ભારત ઓસ્ટ્રલિયા સાથેની ત્રીજી ટી -20 હાર્યું
X

આજે ટીમ ઇન્ડિયા કાંગારુંઓ સામે ત્રીજી ટી 20 રમવા ઉતરી ત્યારે કોઈ પણ બદલાવ વગર જ મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું હતું, ત્રીજી ટી 20માં પણ ફરી ધવન સાથે રાહુલ જ મોરચો સંભાળવા મેદાનમાં આવ્યા હતા. ભારતીય ટીમ ત્રીજી T 20 ભલે હારી ગઈ પરંતુ સિરીઝ 2-1થી પોતાના નામે કરી છે.

ભારતીય ટીમમાં શ્રેયસ અય્યર અને સંજૂ સેમસને નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું જેમાં અય્યર ઝીરો રનમાં પવેલિયન ભેગા થઇ ગયા જ્યારે સંજૂ સેમસન 10 રન બનાવીને આઉટ થઇ ગયા. હાર્દિક પંડ્યા પણ આ મેચમાં ખાસ પ્રદર્શન આપી શક્યા ન હતા. તેમણે 13 બોલમાં 20 રન બનાવ્યા ત્યારે ઝાંપાની બોલ પર તેમણે ફિન્ચને કેચ આપી દીધો.

આ મેચમાં કેપ્ટન કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. કોહલીએ 61 બોલમાં ધુઆંધાર 85 રન ઠોકી માર્યા અને 4 ચોગ્ગા તથા 3 સિક્સ પણ ફટકારી. આ મેચમાં કોહલી 139.34ના સ્ટ્રાઈક રેટ સાથે રમ્યા. જોકે કોહલી સેન્ચુરીથી માત્ર 15 રન દૂર રહ્યા. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની આ મેચમાં ભારે રસાકસી પણ જામી હતી અને છેલ્લી ઓવરમાં 6 બોલમાં ભારતને જીત માટે 27 રનની જરૂર હતી. વનડેમાં કાંગારુંએ ભારતને હરાવ્યું હતું ત્યારે વિરાટ સેનાએ પ્રથમ બે T20માં પોતાનું દમ બતાવીને ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડી હતી. કોરોનાકાળ બાદ પહેલીવાર ભારતીય ટીમ આ રીતે મેચ રમી રહી છે જેમાં પહેલા IPLનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાદમાં ટીમ સીધી જ ઓસ્ટ્રેલિયા માટે રવાના થઇ ગઈ.

Next Story