Connect Gujarat
દેશ

કાબુલથી દિલ્હી પહોચ્યા 146 ભારતીયો; તમામે લીધો રાહતનો શ્વાસ

46 ભારતીયોના સમૂહને રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી પ્લેનમાં બેસાડી દોહાના રસ્તે દિલ્હી લાવવામાં આવ્યા

કાબુલથી દિલ્હી પહોચ્યા 146 ભારતીયો; તમામે લીધો રાહતનો શ્વાસ
X

અફઘાનિસ્તાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા ભારતીયોની બીજી બેચ આજે દોહામાં સ્થિત ભારતીય દૂતાવાસની મદદથી ભારત પરત પહોંચી ગઈ છે. આ 146 ભારતીયોના સમૂહને રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી પ્લેનમાં બેસાડી દોહાના રસ્તે દિલ્હી લાવવામાં આવ્યા છે.

આ પહેલા 135 ભારતીયોના પહેલા જથ્થો કતારના રસ્તે ભારત રવિવારે ભારત પહોંચ્યો હતો. તેમને શનિવારે અફઘાનિસ્તાનથી બહાર કાઢવામાં આવ્યા હતા. દૂતાવાસનું કહેવું છે કે અધિકારી આ ભારતીયોને સુરક્ષિત સ્વદેશ પરત લાવવા માટે જરૂરી કોન્સુલર અને લોજિસ્ટિક્સ સપોર્ટ પૂરી પાડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે ત્રણ અલગ અલગ ફ્લાઇટથી 392 લોકોને ભારત લાવવામાં આવ્યા છે. જેમાં બે અફઘાનિ નેતા પણ સામેલ છે. તેમને અફઘાનિસ્તાનના કાબુલથી બહાર કાઢવામાં આવ્યા છે. બીજી તરફ, 87 ભારતીયો અને બે નેપાળી લોકોને પણ એર ઈન્ડિયાની સ્પેશલ ફ્લાઇટથી દુશાંબેથી લાવવામાં આવ્યા છે. તેમાં અફઘાનિસ્તાનથી સુરક્ષિત તેમને તાજિકિસ્તાનની રાજધાની લઈ જવામાં આવ્યા હતા.

ભારતીય અધિકારીઓનું એક નાનું સમૂહ અફઘાનિસ્તાનના કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અવ્યવસ્થા અને પડકારની સ્થિતિ વચ્ચે લોકોને ભારત પહોંચાડવાના અભિયાનનું સમન્વય કરી રહ્યું છે. સૂત્રોએ રવિવારે આ વિશે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, અનેક એજન્સી સમૂહ એરપોર્ટ પર સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલા અમેરિકાના અધિકારીઓની સાથોસાથ અન્ય સંબંધિત અધિકારીઓની સાથે સમન્વય કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 15 ઓગસ્ટના દિવસે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના કાબુલમાં કબ્જો કર્યા બાદ હામિદ કરજઈ અંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન અમેરિકી અને ઉત્તરીય એટલાન્ટિક સંધિ સંગઠન એટલે કે નાટો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારતને આ સંગઠન તરફથી કાબુલથી દરરોજ બે ઉડાનો સંચાલિત કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ સમયે કાબુલ એરપોર્ટ સંપૂર્ણ પણે અમેરિકી સુરક્ષા દળોના નિયંત્રણ હેઠળ છે. નાટો દળો દ્વારા આ સમયે કાબુલથી 25 ઉડાનો સંચાલિત કરવામાં આવી રહી છે.

Next Story
Share it