Connect Gujarat
દેશ

ચારધામ યાત્રા દરમ્યાન અત્યાર સુધીમાં 41 શ્રદ્ધાળુના મોત, હ્રદય સંબંધિત બીમારીના કારણે મોત થયાનું અનુમાન

કોરોના કાળ બાદ ધાર્મિક સ્થળોએ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે, ત્યારે ચારધામ યાત્રાની પણ શરૂઆત કરવામાં આવી છે.

ચારધામ યાત્રા દરમ્યાન અત્યાર સુધીમાં 41 શ્રદ્ધાળુના મોત, હ્રદય સંબંધિત બીમારીના કારણે મોત થયાનું અનુમાન
X

કોરોના કાળ બાદ ધાર્મિક સ્થળોએ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે, ત્યારે ચારધામ યાત્રાની પણ શરૂઆત કરવામાં આવી છે. જોકે, ચારધામ યાત્રા દરમ્યાન અત્યાર સુધીમાં 41 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે ઉત્તરાખંડમાં સોમવારે રાત્રે ભારે વરસાદના કારણે યાત્રા રોકી દેવામાં આવી હતી. મંગળવારે સવારે 6 વાગ્યે ફરી બદ્રીનાથા યાત્રાને શરૂ કરવામાં આવી હતી.

ચારધામ યાત્રામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. હાલત એવી છે કે, કેદારનાથ અને બદ્રીનાથમાં અનેક કિલોમીટર લાંબી લાઈનો છે. સરકાર તરફથી મળતી માહિતી અનુસાર, બદ્રીનાથના દ્વાર ખુલ્યા બાદ તા. 8 મેથી 16 મેની સાંજ સુધી 1,76,463 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. તો બીજી તરફ કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખથી એટલે કે, 6 મેથી 16 મે સુધી, 2,13,640 શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી છે. ભારે ભીડને જોતા ફરી એકવાર ચારધામ યાત્રામાં મુસાફરોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે, જ્યારે ઉત્તરાખંડમાં વરસાદ બંધ થયા બાદ બદ્રીનાથ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. જાણવામાં આવી રહ્યું છે કે, સોમવારે રાત્રે મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે આ યાત્રાને રોકી દેવામાં આવી હતી. મંગળવારે વહેલી સવારે 6 વાગ્યે ફરી બદ્રીનાથ યાત્રા શરૂ કરવામાં આવી છે. ચમોલીમાં મુશળધાર વરસાદ, લામ્બાગઢમાં ખાચડા નાળામાં પાણી વધવા અને બલદુડામાં ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે પર હનુમાન ચટ્ટી અને બદ્રીનાથ વચ્ચે યાત્રા રોકી દેવામાં આવી હતી. મુસાફરોને પાંડુકેશ્વર, બદ્રીનાથ જોશીમઠ, પીપલકોટી, ચમોલી અને ગૌચર ખાતે રોકવામાં આવ્યા હતા. ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 41 શ્રદ્ધાળુઓના મોત થયા છે. સૌથી વધુ મોત કેદારનાથ યાત્રા દરમિયાન 15 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો હતો. તે જ સમયે, યમુનોત્રીમાં 14 શ્રદ્ધાળુ, બદ્રીનાથમાં 8 શ્રદ્ધાળુ અને ગંગોત્રીમાં 4 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જોકે, કહેવામાં આવી રહ્યું છે કે, હાઈ બ્લડ પ્રેશર, હ્રદય સંબંધિત બીમારીઓ, પર્વતારોહણની બીમારીઓથી આ શ્રદ્ધાળુઓના મોત થયા છે.

Next Story