Connect Gujarat
દેશ

5 રાજ્યોની ચૂંટણીના પરિણામ LIVE, વાંચો કયા રાજ્યમાં કોની બનશે સરકાર

5 રાજ્યોની ચૂંટણીના પરિણામ LIVE, વાંચો કયા રાજ્યમાં કોની બનશે સરકાર
X

ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. સવારે 8 વાગ્યાથી ગણતરી શરૂ થઈ ગઈ છે. રુઝાનોમાં ઝડપથી તસવીરો બદલાઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં રુઝાનમા ંસ્પષ્ટ બહુમતીની સરકાર બનતી દેખાઈ રહી છે. ઉત્તરપ્રદેશમાં 36 વર્ષ પછી પહેલીવાર સતત બહુમતની સરકાર રિપીટ થઈ રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની બહુમતની સરકાર બનતી દેખાઈ રહી છે. ઉત્તરાખંડ-ગોવામાં પણ બીજેપીની સરકાર બનવાના અણસાર દેખાય છે.

#UPDATE

પંજાબનું પહેલું પરિણામ આવ્યું, ભાજપના પ્રદેશ પ્રમુખ અશ્વિની શર્મા જીત્યા

કેપ્ટન અમરિંદર 13 હજાર અને સુખબીર બાદલ 12 હજાર વોટથી હાર્યા, નવજોત સિદ્ધૂએ આપને અભિનંદન આપ્યા

પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પટિયાલા સીટથી હારી ગયા છે. તેમને આપના ઉમેદવાર અજીત પાલ સિંહ કોહલીએ હરાવ્યા છે.

દિલ્હીની સરહદ ઓળંગીને આમ આદમી પાર્ટીએ પંજાબમાં જીતનો પરચમ લહેરાવ્યો છે. આપ પંજાબમાં ન તો માત્ર મોટી પાર્ટીને બનીને સામે આવી છે પરંતુ બહુમતીના આંકડાથી પણ ઘણી આગળ નીકળતી જોવા મળી રહી છે. આપના CM કેન્ડિડેટ ભગવંત માન 45 હજાર વોટથી રેકોર્ડ જીત મેળવી છે.

#Update

મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહની જીત, હેંગાંગ બેઠક પરથી એન. બિરેન સિંહની જીત, એન. બિરેન સિંહે કોંગ્રેસ ઉમેદવારને હરાવ્યા

મણિપુરમાં ભાજપ 17 બેઠક પર આગળ, કોંગ્રેસ 6 બેઠક પર આગળ, NPP 4 બેઠક પર આગળ, NPF 3 બેઠક પર આગળ, અન્ય 6 બેઠક પર આગળ

#UPDATE

પણજી બેઠક પર અપક્ષમાંથી લડેલા મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરનો 674 મતથી પરાજય

ગોવામાં ભાજપ 19 બેઠક પર આગળ, કોંગ્રેસ 15 બેઠક પર આગળ, AAP 1 બેઠક પર આગળ, TMC 1 બેઠક પર આગળ, અન્ય 3 બેઠક પર આગળ

#UPDATE

ઉત્તર પ્રદેશમાં ભાજપ 270 બેઠક પર આગળ, સપા 125 બેઠક પર આગળ, બસપા 4 બેઠક પર આગળ, કોંગ્રેસ 2 બેઠક પર આગળ, અન્ય 2 બેઠક પર આગળ

ભાજપને આશરે 50 બેઠકનું નુકસાન થઈ રહ્યું છે અને તેનો ફાયદો અખિલેશ ઉઠાવી રહ્યા છે. સપાને 60+ બેઠકોનો ફાયદો થઈ રહ્યો છે. સૌથી ખરાબ સ્થિતિ બસપા અને કોંગ્રેસની છે, જે અત્યાર સુધી 10નો આંકડો પણ સ્પર્શી નથી શકી. કોંગ્રેસ તો સોનિયા ગાંધીના ગઢ રાયબરેલીમાં જ ત્રીજા નંબર પર ચાલી રહી છે. અહીં ભાજપની અદિતી આગળ ચાલી રહી છે.

#UPDATE

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીની હાર, લાલકુવા બેઠક પરથી પૂર્વ CM હરિશ રાવતની હાર

હરિદ્વાર, ઋષિકેશની પવિત્ર ભૂમિ ઉત્તરાખંડમાં 70 બેઠક પર 632 ઉમેદવાર ચૂંટણી લડે છે અને તમામનાં ભાવિનો આજે ફેંસલો થઈ રહ્યો છે. રાજ્યની 70 બેઠક પૈકી 41 બેઠક ઉપર ભાજપ આગળ છે. જ્યારે કોંગ્રેસ 26 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. જ્યારે 3 બેઠક અન્ય પક્ષ પાસે છે. ઉત્તરાખંડમાં બહુમતી માટે 36નો આંકડો છે.

Next Story