Connect Gujarat
દેશ

પુણેમાં બની મોટી દુર્ઘટના, મોલના નિર્માણ દરમિયાન લોખંડનો સ્લેબ તૂટી પડતા 7 મજૂરના મોત

પુણેમાં ગુરુવાર મોડી રાતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. એક મોલના નિર્માણ દરમિયાન લોખંડનો સ્લેબ તૂટી પડતા 7 મજૂરના મોત થયા છે. 3 ગંભીર રીતે ઘાયલ થયા છે

પુણેમાં બની મોટી દુર્ઘટના, મોલના નિર્માણ દરમિયાન લોખંડનો સ્લેબ તૂટી પડતા 7 મજૂરના મોત
X

પુણેમાં ગુરુવાર મોડી રાતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. એક મોલના નિર્માણ દરમિયાન લોખંડનો સ્લેબ તૂટી પડતા 7 મજૂરના મોત થયા છે. 3 ગંભીર રીતે ઘાયલ થયા છે. અમુક મજૂરો અંદર ફસાયેલા છે. બચાવ કામગીરી ચાલુ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે.

આ દુર્ઘટના યેરવાડા વિસ્તારમાં શાસ્ત્રી વાડિયા બંગલા પાસે બની હતી. અહીં એક મોલ બની રહ્યો હતો. તેના બેઝમેન્ટમાં લોખંડનો સ્લેબ તૂટી પડ્યો હતો. પુણેના ડીસીપી રોહિદાસ પવારે કહ્યું હતું કે નિર્માણ દરમિયાન જે સાવધાની રાખવાની જરૂર હોય છે તે રાખવામાં આવી ન હતી.


ટ્રાફિક પોલીસ કમિશ્નર રાહુલ શ્રીરામે જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં મોડી રાત સુધી કામ ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક લોખંડનો ભારે ભરખમ સ્લેબ તૂટી પડ્યો હતો. જ્યારે દુર્ઘટના સર્જાઈ ત્યારે 10 મજૂરો કામ કરી રહ્યા હતા. મરનાર મજૂરોમાં મોટાભાગના બિહારના હોય તેવું મનાઈ રહ્યું છે.

સ્થાનિક ધારાસભ્ય સુનીલ ટાંગરે કહ્યું હતું કે મને જાણવા મળ્યું છે કે આ સાઈટ પર 24 કલાક કામ ચાલી રહ્યું હતું. તેઓ થાકી ગયા હશે. જેના કારણે દુર્ઘટના સર્જાઈ છે. મને બીજા મજૂરોએ જણાવ્યું હતું કે ઘાયલ મજૂરો બિહારના છે.

Next Story