Connect Gujarat
દેશ

રાજસ્થાનના જયપુરમાં આજે વેરિઅન્ટ ઓમિક્રોનના નવા 9 કેસ નોધાયા, જાણો દેશમાં કુલ કેટલા કેસ નોધાયા ?

રાજસ્થાનના જયપુરમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના 9 કેસ સામે આવ્યા છે.

રાજસ્થાનના જયપુરમાં આજે વેરિઅન્ટ ઓમિક્રોનના નવા 9 કેસ નોધાયા, જાણો દેશમાં કુલ કેટલા કેસ નોધાયા ?
X

રાજસ્થાનના જયપુરમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના 9 કેસ સામે આવ્યા છે.દક્ષિણ આફ્રીકાથી પરત આવેલા ચાર લોકો સહિત કુલ 9 લોકો ઓમિક્રોન સંક્રમિત નોંધાયા છે.

આ પહેલા બેંગ્લુરુમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં ઓમિક્રોનનો 1 કેસ નોંધાયો છે. દિલ્હીમાં આજે સવારે ઓમિક્રોન વેરિઅન્ટનો નવો કેસ નોંધાયો હતો. મહારાષ્ટમાં આ પહેલા 1 કેસ નોંધાયો હતો આજે સાત નવા કેસ નોંધાતા મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના 8 કેસ થયા છે. રાજસ્થાનના જયપુરમાં 9 ઓમિક્રોનના કેસ નોંધાતા દેશમાં હાલ ઓમિક્રોન વેરિઅન્ટ કેસની સંખ્યા 21 પર પહોંચી છે.

દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ સામે આવ્યા બાદ સરકાર હરકતમાં આવી છે. કેન્દ્ર સરકાર આ મામલા પર રાજ્યોના સતત સંપર્કમાં છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશને કોરોનાના મામલામાં પત્ર લખ્યો હતો અને ચેતવણી આપી હતી. સાથે જ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને રોકવા માટે જરૂરી પગલા ભરવાના નિર્દેશ આપ્યા હતા.

Next Story