Connect Gujarat
દેશ

જમ્મુ-કશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર

જમ્મુ-કશ્મીરના અવંતીપોરાના ત્રાલમાં આજે સવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકીને ઠાર કરી દેવાયો છે.

જમ્મુ-કશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર
X

જમ્મુ-કશ્મીરના અવંતીપોરાના ત્રાલમાં આજે સવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકીને ઠાર કરી દેવાયો છે. જમ્મુ-કશ્મીર પોલીસે આ અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે, આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન શરૂ છે. એવું કહેવાઇ રહ્યું છે કે, આ વિસ્તારમાં હજુ પણ આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે. જમ્મુ-કશ્મીર પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, "અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં આ અથડામણ શરૂ થઇ છે.

પોલીસ અને સુરક્ષા દળો આતંકીઓનો મજબૂતીથી સામનો કરી રહ્યાં છે. આ એન્કાઉન્ટર પહેલાં જમ્મુ-કશ્મીરના પોલીસ મહાનિર્દેશક (DGP) દિલબાગ સિંહે આતંકવાદીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, નાગરિકો અને સુરક્ષા દળો પરના હુમલાને સહન નહીં કરી લેવાય અને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ જણાવ્યું કે, 'આ હુમલા પડોશી દેશ તરફથી પ્રાયોજિત કરવામાં આવી રહ્યાં છે, જ્યાં કેટલાંક લોકો ઘાટીમાં શાંતિને પચાવી શકતા નથી.'

Next Story