Connect Gujarat
દેશ

દેશભરમાં કુલ 73 ઓમિક્રોન સંક્રમિત; મહારાષ્ટ્ર અને કેરળમાં આવ્યા નવા 4-4 કેસ

દેશભરમાં કુલ 73 ઓમિક્રોન સંક્રમિત; મહારાષ્ટ્ર અને કેરળમાં આવ્યા નવા 4-4 કેસ
X


મહારાષ્ટ્ર અને કેરળમાં બુધવારે આ વેરિઅન્ટના 4-4 નવા દર્દી મળ્યા, તો તમિલનાડુમાં પણ એક કેસ સામે આવ્યો. દેશમાં અત્યારસુધીમાં ઓમિક્રોનના 73 કેસ આવી ચૂક્યા છે.

કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન હવે ભારતમાં પોતાનો સકંજો કસી રહ્યો છે. મહારાષ્ટ્ર અને કેરળમાં બુધવારે આ વેરિઅન્ટના 4-4 નવા દર્દી મળ્યા, તો તમિલનાડુમાં પણ એક કેસ સામે આવ્યો. દેશમાં અત્યારસુધીમાં ઓમિક્રોનના 73 કેસ આવી ચૂક્યા છે. સૌથી વધુ 32 કેસ મહારાષ્ટ્રમાં મળ્યા છે.

નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીની રિપોર્ટ મુજબ, મહારાષ્ટ્રમાં મળેલા ચાર નવા સંક્રમિતોમાંથી 2 દર્દી ઉસ્માનાબાદ, 1 મુંબઈ અને એક બુલઢાણાનો છે. આમાંથી ત્રણ દર્દીઓનું વેક્સીનેશન થઈ ચૂક્યું છે. સંક્રમિતોમાં એક મહિલા અને 16થી 67 વર્ષના વયજૂથના ત્રણ પુરુષ છે. આ બધા દર્દી લક્ષણ વિનાના છે તો પ્રદેશમાં કોરોનાના આજે 925 નવા કેસ સામે આવ્યા છે અને 10 મૃત્યુ પણ નોંધાયા છે.

દેશમાં ઓમિક્રોન સંક્રમણ ઝડપથી વધી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર-32, રાજસ્થાન-17, દિલ્હી-6, ગુજરાત-4, કર્ણાટક-3, તેલંગણા-2, કેરળ-5, આંધ્રપ્રદેશ-1, ચંડીગઢ-1, પ. બંગાળ-1 અને તમિલનાડુ-1 મળીને કુલ 73 કેસો દેશમાં નોંધાયા છે.

જણાવી દઈએ કે સમગ્ર દુનિયામાં ઓમિક્રોન વેરિયન્ટના કેસની વધતી સંખ્યા જોતાં ભયનો માહોલ છે. આ વેરિયન્ટ અન્ય વાયરસની સરખામણીએ તેજીથી ફેલાઈ રહ્યો છે. વૈજ્ઞાનિક આ વેરિઅન્ટ અંગે વધુમાં વધુ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો દક્ષિણ આફ્રિકા અને યુકેના ડેટા મુજબ,આ વેરિઅન્ટ બાળકોને વધુ શિકાર બનાવી રહ્યા છે. આવનારા સમયમાં દરેક માટે ઓમિક્રોન મોટો પડકાર બનવાનો છે.

Next Story