Connect Gujarat
દેશ

AAPનો દાવો : ગુજરાત, ઉત્તરાખંડ અને પંજાબમાં અમારા લીધે મુખ્યમંત્રીઓના રાજીનામા

કેપ્ટનના રાજીનામા પર આમ આદમી પાર્ટીએ ટોણો મારાત કહ્યું કે, ગુજરાત ડન, ઉત્તરાખંડ ડન અને હવે પંજાબ પણ ડન

AAPનો દાવો : ગુજરાત, ઉત્તરાખંડ અને પંજાબમાં અમારા લીધે મુખ્યમંત્રીઓના રાજીનામા
X

કેપ્ટનના રાજીનામા પર આમ આદમી પાર્ટીએ ટોણો મારાત કહ્યું કે, ગુજરાત ડન, ઉત્તરાખંડ ડન અને હવે પંજાબ પણ ડન આ સાથે તેઓએ આગળ જણાવ્યું કે, પંજાબમાં મુખ્યમંત્રીના રાજીનામા પહેલા ગત શનિવારે ગુજરાતમાં પણ સીએમ પદમાં બદલાવ કરીને ભૂપેન્દ્વ પટેલને મુખ્યમંત્રી બનાવ્યા હતાં. તો વળી કેટલાક સપ્તાહ પહેલા ઉત્તરાખંડમાં પણ તીરથ સિંહ રાવતને હટાવીને પુષ્કર સિંહ ધામીને મુખ્યમંત્રી બનાવ્યા હતાં. રસપ્રદ બાબત એ છે કે આગામી ત્રણ મહિનામાં ત્રણેય રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે અને આમ આદમી પાર્ટી ત્રણેય રાજ્યોમાં સખત પ્રયાસ કરી રહી છે. પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અમરિંદર સિંહે શનિવારે કહ્યું હતું કે થોડા મહિનામાં ત્રણ વખત ધારાસભ્યોની બેઠક બોલાવ્યા બાદ તેમને અપમાનિત લાગ્યું હતું, ત્યારબાદ તેમણે પદ છોડવાનો નિર્ણય લીધો હતો. રાજીનામું આપ્યા બાદ રાજભવનની બહાર પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ તેમના સહકર્મીઓ અને સમર્થકો સાથે વાતચીત કર્યા બાદ ભવિષ્યની કાર્યવાહી અને વિકલ્પો અંગે નિર્ણય કરશે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ હાલ કોંગ્રેસમાં છે. આજથી માત્ર એક સપ્તાહ પહેલા 11 સપ્ટેમ્બરે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ નિર્ણય ચોંકાવનારો હતો પરંતુ તેની પાછળનું કલંક ખુલ્લામાં ઉજાગર થયું ન હતું. ગુજરાતમાં સીએમ પદનો ચહેરો કોઈ પણ રાજકીય ઉથલપાથલ વગર બદલાયો હતો. ભૂપેન્દ્ર પટેલ સાથેના તમામ ચહેરાઓ બદલીને મંત્રી બનાવવામાં આવ્યા હતા.2 જુલાઈના રોજ ઉત્તરાખંડમાં પણ આવું જ રાજકીય આંદોલન જોવા મળ્યું. જ્યારે તીરથ સિંહ રાવતે ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે માર્ચ 2021 માં જ પદ સંભાળ્યું હતું. રાજીનામા પાછળનો તર્ક એ હતો કે તેમને 10 સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં પહોંચવાનું હતું. કોવિડ રોગચાળાને કારણે પેટા ચૂંટણીમાં વિલંબ થઈ રહ્યો હતો, તેથી તેમણે પદ પરથી રાજીનામું આપ્યું. આ પછી આ જવાબદારી પુષ્કર સિંહ ધામીને સોંપવામાં આવી હતી.

Next Story