Connect Gujarat
દેશ

કોરોના ગયો ! ત્રીજી લહેર અંગે એઇમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ શું કહ્યું વાંચો

કોરોના ગયો ! ત્રીજી લહેર અંગે એઇમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ શું કહ્યું વાંચો
X

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હવે ઘણી નબળી થઈ ગઈ છે. વાયરસના કારણે સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

મંગળવારે સંક્રમણના 26 હજાર કેસ નોંધાયા હતા અને તેની સાથે જ 252 લોકોના મોત થયા છે. આ દરમિયાન દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના જણાવ્યા પ્રમાણે કોરોના હવે મહામારી નથી રહી. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ખૂબ નહિવત છે.

જોકે તેમણે એલર્ટ કર્યા છે કે, જ્યાં સુધી ભારતમાં દરેક વ્યક્તિને વેક્સિન ના લાગી જાય ત્યાં સુધી સતર્ક રહેવાની જરૂર છે.ડોક્ટર ગુલેરિયાએ કહ્યું છે કે, લોકોએ તહેવારોમાં ભીડથી દૂર રહેવાની જરૂર છે. ભારતમાં હવે સંક્રમિતોના આંક 25 હજારથી 40 હજારની વચ્ચે આવી રહ્યા છે.

જો લોકો સાવધાન રહે તો કોરોના સંક્રમણના કેસ ધીમે ધીમે ઘટી શકે છે. તેમણે કહ્યું કે, દેશમાં કોરોના સંપૂર્ણ રીતે હવે ક્યારેય ખતમ નહીં થાય. પરંતુ ભારતમાં જે પ્રમાણે ઝડપથી વેક્સિનેશન થઈ રહ્યું છે તે જોતા લાગે છે કે, હવે તે મોટા પાયે ફેલાશે નહીં.

એમ્સના ડિરેક્ટર ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે કોરોના વાયરસ ખૂબ ટૂંક સમયમાં સામાન્ય ફ્લૂ એટલે કે સામાન્ય ખાંસી-શરદી અને તાવ જેવો થઈ જશે. કારણકે લોકોમાં હવે આ વાયરસ સામેની ઈમ્યુનિટી આવી ગઈ છે. જોકે વધારે બીમાર અને ઓછી ઈમ્યુનિટી વાળા લોકો માટે હજી પણ આ વાયરસ જીવલેણ સાબીત થઈ શકે છે.

Next Story