Connect Gujarat
દેશ

તમિલનાડુના કન્નુરમાં વાયુસેનાનું હેલીકોપ્ટર ક્રેશ, સીડીએસ બિપિન રાવત પણ હતાં સવાર

તમિલનાડુના કન્નુરમાં બુધવારે બનેલી એક ગોઝારી ઘટનાથી આખો દેશ સ્તબ્ધ થઇ ગયો છે.

તમિલનાડુના કન્નુરમાં બુધવારે બનેલી એક ગોઝારી ઘટનાથી આખો દેશ સ્તબ્ધ થઇ ગયો છે. ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બિપિન રાવત તથા તેમના પત્ની અને અન્ય અધિકારીઓને લઇ જતું હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું છે. અત્યાર સુધીમાં ઘટનાસ્થળેથી ચાર મૃતદેહ મળી આવ્યાં છે. હેલિકોપ્ટર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યું છે અને તેમાં આગ લાગી છે. જનરલ બિપિન રાવતને હોસ્પિટલ ખાતે લઇ જવાયાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી સેનાના પ્રમુખ પદ રહ્યાં. તેમને 1 જાન્યુઆરી 2020ના રોજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જવાબદારી મળી હતી. ભારતીય વાયુસેનાએ પણ ટવીટ કરી અકસ્માતગ્રસ્ત હેલીકોપ્ટરમાં બિપિન રાવત અને તેમના પત્ની સવાર હોવાની પુષ્ટિ કરી છે. હેલિકોપ્ટર સુલૂર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું. તેમા 14 ટોચના ધકારીઓ સવાર હતા. ઘટનાસ્થળે ડોક્ટરોની ટીમ રવાના થઈ ગઈ છ. સેનાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. 2 મૃતદેહો મળી આવ્યા છે. જે 80% સળગી ગયા છે. તેની ઓળખ કરાઈ રહી છે. અમુક મૃતદેહો પહાડ પરથી નીચે દેખાઈ રહ્યા હોવાનું જાણવા મળી રહયું છે. ઘટનાની જાણ થતાં રક્ષામંત્રી રાજનાથસિંહ પણ સ્થળ પર જવા રવાના થયાં છે.

Next Story