Connect Gujarat
દેશ

2 વર્ષથી બંધ અમરનાથ યાત્રા 30 જૂનથી થશે શરૂ, શ્રદ્ધાળુઓ 11 એપ્રિલથી કરાવી શકે છે રજિસ્ટ્રેશન

ગત 2 વર્ષથી બંધ અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થવા જઇ રહી છે. તેના માટે શ્રદ્ધાળુઓ 11 એપ્રિલથી રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

2 વર્ષથી બંધ અમરનાથ યાત્રા 30 જૂનથી થશે શરૂ, શ્રદ્ધાળુઓ 11 એપ્રિલથી કરાવી શકે છે રજિસ્ટ્રેશન
X

બાબા બર્ફાનીના દર્શનની ઇચ્છા ધરાવતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર છે. ગત 2 વર્ષથી બંધ અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થવા જઇ રહી છે. તેના માટે શ્રદ્ધાળુઓ 11 એપ્રિલથી રજિસ્ટ્રેશન કરાવી શકે છે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ(SASB)એ બુધવારે આ માહિતી આપી છે.

શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ(SASB)એ ટ્વિટ કરીને જણાવ્યું કે, તમામ ભક્તો અમરનાથ યાત્રા 2022 માટે રજિસ્ટ્રેશન 11 એપ્રિલથી કરાવી શકે છે. પવિત્ર અમરનાથની યાત્રા 30 જૂનથી શરૂ થશે, 43 દિવસ સુધી ચાલનારી યાત્રાનું સમાપન 11 ઓગસ્ટ 2022એ થશે.

અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનના પ્રકાર

1. એડવાન્સ રજિસ્ટ્રેશન

2. ઓનલાઈન રજિસ્ટ્રેશન

3. ગૃપ રજિસ્ટ્રેશન

4. NRIs રજિસ્ટ્રેશન

5. ઓનસ્પોટ રજિસ્ટ્રેશન

યાત્રા માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકશો?

• અમરનાથ યાત્રા માટે http://jksasb.nic.in/register.aspx વેબસાઇટ પર જઇને સરળતાથી રજિસ્ટ્રેશન કરી શકશો.

• હેલીકૉપ્ટર યાત્રાના વધુમાં વધુ 2 રસ્તે દરરોજ તમામ રૂટ પર 10 હજાર શ્રદ્ધાળુઓ જઇ શકે છે. તેનું રજિસ્ટ્રેશન SASB મોબાઇલ એપ દ્વારા કરી શકાય છે.

• આ સિવાય, મેડિકલ સર્ટિફિકેટ માટે www.shriamarnathjishrine.com વેબસાઇટ પર વિજિટ કરી શકો છો. આ વેબસાઇટ પર ડૉક્ટરો અને સ્વાસ્થ્ય સંસ્થાઓની માહિતી આપવામાં આવી છે.

Next Story