Connect Gujarat
દેશ

રાજસ્થાનના બાડમેરમાં વાયુસેનાનું મિગ પ્લેન થયું ક્રેશ

રાજસ્થાનના બાડમેરમાં વાયુસેનાનું મિગ પ્લેન ક્રેશ થયું હતું. આ અંગેની જાણકારી ગ્રામીણોએ પોલીસ તેમજ પ્રશાસનને આપી હતી.

રાજસ્થાનના બાડમેરમાં વાયુસેનાનું મિગ પ્લેન થયું ક્રેશ
X

રાજસ્થાનના બાડમેરમાં વાયુસેનાનું મિગ પ્લેન ક્રેશ થયું હતું. આ અંગેની જાણકારી ગ્રામીણોએ પોલીસ તેમજ પ્રશાસનને આપી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દુર્ઘટનામાં પાયલટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

બાયતુ વિસ્તારના ભીમડા નજીક ટ્રેનિંગ દરમિયાન મિગ ક્રેશ થયું છે. ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી ગઈ અને લગભગ અડધાં કિલોમીટર સુધી મિગનો કાટમાળ વિખેરાયો હતો. ક્રેશના સમાચાર વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા.

Next Story