Connect Gujarat
દેશ

મુંબઈ હુમલાની વરસી: રાષ્ટ્રપતિએ શહીદોને આપી શ્રધ્ધાંજલિ, મંત્રીઓએ પણ ટ્વિટ કરી નમન કર્યા

13 વર્ષ પહેલા મુંબઈમાં અનેક જગ્યાઓ પર હુમલો થયો. જેમાં 166 લોકો માર્યા ગયા અને 293 અન્ય ઘાયલ થયા. આ હુમલામાં 18 સુરક્ષાકર્મી પણ શહીદ થયા હતા

મુંબઈ હુમલાની વરસી: રાષ્ટ્રપતિએ શહીદોને આપી શ્રધ્ધાંજલિ, મંત્રીઓએ પણ ટ્વિટ કરી નમન કર્યા
X

13 વર્ષ પહેલા મુંબઈમાં અનેક જગ્યાઓ પર હુમલો થયો. જેમાં 166 લોકો માર્યા ગયા અને 293 અન્ય ઘાયલ થયા. આ હુમલામાં 18 સુરક્ષાકર્મી પણ શહીદ થયા હતા. શુક્રવારે વિદેશી મંત્રી જયશંકરે 26/11ના હુમલાને યાદ કરતા ટ્વીટ કરી. પોતાની ટ્વીટના માધ્યમથી પડોશી પાકિસ્તાનનું નામ લીધા વગર તેમની આંતકી નીતિયો પર નિશાનો સાધ્યો છે. મુંબઈ હુમલામાં એક તસવીર ટ્વીટ કરી જયશંકરે લખ્યું, ક્યારેય નહીં ભૂલી શકે. જયશંકરે જે ટ્વીટ કર્યુ છે તેમાં તાજ હોટલની ઈમારતમાંથી ધૂમાડો નીકળી રહ્યો છે. આની પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શહીદોને નમન કર્યુ. રાષ્ટ્રપતિ ભવનના ટ્વીટર અકાઉન્ટ પર લખ્યુ કે શહીદો અને 26/11માં મુંબઈ આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ. કર્તવ્ય પથ પર પોતાનો જીવ દેનારા સુરક્ષા દળોની બહાદુરી અને બલિદાન માટે રાષ્ટ્ર હંમેશા આભારી રહેશે.' રક્ષામંત્રી રાજનાથ સિંહે લખ્યું કે મુંબઈ પર 26 નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલાની 13મી વરસી પર અમે તે નિર્દોષોને યાદ કરીએ છીએ તેને આપણે ગુમાવી દીધા છે. તે હુમલામાં જીવ ગુમાવનારા તમામ લોકોને મારી શ્રદ્ધાંજલિ. આપણા સુરક્ષા દળોએ 26/11ના હુમલા દરમિયાન અનુકરણીય સાહસનો પરિચય આપ્યો. હું તેમની બહાદુરી અને બલિદાનને સલામ કરુ છુ.

Next Story