ટીમ ઈન્ડિયાના વધુ એક ક્રિકેટરના 4 વર્ષના લગ્ન જીવનનો આવ્યો અંત એનિવર્સરી પહેલાં ક્રિકેટરે લીધા ડિવોર્સ

રાહુલ ચહર અને ઈશાની જોહરના લગ્નનો અંત આવ્યો છે. આ કપલે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો અને ડિવોર્સ લીધા છે. બંનેના લગ્નના 4 વર્ષ પૂરા થવા પહેલાં જ રાહુલ અને ઈશાનીએ ડિવોર્સ લીધા છે.

New Update
Rahul chahar divorce

ઈન્ડિયન ક્રિકેટર રાહુલ ચહર અને ઈશાની જોહરના લગ્નનો અંત આવ્યો છે. આ કપલે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો અને ડિવોર્સ લીધા છે. બંનેના લગ્નના 4 વર્ષ પૂરા થવા પહેલાં જ રાહુલ અને ઈશાનીએ ડિવોર્સ લીધા છે. ઈન્ડિયન ક્રિકેટરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને આ જાણકારી પોતાના ફેન્સ સાથે શેર કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહેલા રાહુલ ચહરે જણાવ્યું કે તેણે તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી પૂરી કરવાની સાથે જ તે પોતાની જિંદગીના આ ચેપ્ટરને બંધ કરી રહ્યો છે. 

ટીમ ઈન્ડિયા માટે 7 ઇન્ટરનેશનલ મેચમાં 10 વિકેટ લેનાર 26 વર્ષના લેગ સ્પિનર રાહુલ ચહરે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ પર ખુલાસો કર્યો કે છેલ્લા 15 મહિનાથી આ પ્રક્રિયા ચાલી રહી હતી. માત્ર 22 વર્ષની ઉંમરે લગ્નના બંધનમાં બંધાનારા રાહુલે પોતાના નિવેદનમાં કહ્યું કે તેણે નાની ઉંમરે જ લગ્ન કરી લીધા હતા અને તે સમય સુધી તેઓ પોતાનું મહત્વ અને પોતાના જીવનની પૂરી રીતે સમજ પણ ધરાવતો નહોતો. પરંતુ ત્યારબાદ તેને એવા પાઠ શીખવા મળ્યા જેની તેણે ક્યારેય અપેક્ષા નહોતી કરી. 

રાહુલ ચાહર અને ઈશાની જોહરે 9 માર્ચ 2022ના રોજ ગોવામાં લગ્ન કર્યા હતા. આમાં બંનેના પરિવારના સભ્યો જ સામેલ હતા. જેમાં રાહુલના પિતરાઈ ભાઈ અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર દીપક ચહર પણ સામેલ હતો.

Latest Stories