Connect Gujarat
દેશ

આવ રે વરસાદ ! કેરળમાં 3 દિવસ પહેલા ચોમાસાનું આગમન,દેહસમાં સારા વરસાદનું અનુમાન

કર્ણાટક, તમિલનાડુ, બંગાળની ખાડી અને ઉત્તર-પૂર્વના રાજ્યોના વધુને વધુ ભાગોને આવરી લેવા માટે ચોમાસા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.

આવ રે વરસાદ ! કેરળમાં 3 દિવસ પહેલા ચોમાસાનું આગમન,દેહસમાં સારા વરસાદનું અનુમાન
X

દેશ માટે સારા સમાચાર છે. સામાન્ય રીતે કેરળમાં 1 જુનથી શરુ થતું ચોમાસુ 3 દિવસ પહેલા એટલે કે 29 મેના દિવસે ચોમાસાએ દસ્તક દીધી છે. હવામાન વિભાગે એવું જણાવ્યું કે આગામી દિવસોમાં ચોમાસુ કેરળના બાકીના વિસ્તારોની સાથે સાથે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ સક્રિય થઈ જશે. આઇએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર કે જેનામાનીએ જણાવ્યું હતું કે કર્ણાટક, તમિલનાડુ, બંગાળની ખાડી અને ઉત્તર-પૂર્વના રાજ્યોના વધુને વધુ ભાગોને આવરી લેવા માટે ચોમાસા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.

તેમણે કહ્યું કે આગામી પાંચ દિવસ સુધી દેશના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભાગો અને દિલ્હીમાં હીટવેવ જેવી સ્થિતિ નહીં રહે. જણાવી દઈએ કે ખેડૂતોથી લઈને સરકાર સુધી બધા જ ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશમાં દસ્તક દઈ ચૂક્યું છે, વિભાગે રવિવારે તેની પુષ્ટિ કરી છે. વિભાગે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે સામાન્ય રીતે દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂને આવે છે, પરંતુ આ વખતે તે 29 મેના રોજ જ દેશમાં દસ્તક દઈ ચૂક્યું છે.

આ રીતે તે પોતાની સામાન્ય તારીખના ત્રણ દિવસ પહેલા જ કેરળ પહોંચી ગયું છે. આઇએમડીએ એક પખવાડિયા પહેલા બંગાળની ખાડીમાં ત્રાટકેલા ચક્રવાત અસાનીના આધારે આગાહી કરી હતી કે આ વખતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 27 મે સુધીમાં કેરળના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. પરંતુ તેમાં બે દિવસનો વિલંબ થયો હતો. તેમ છતાં સામાન્ય રીતે થતા ચોમાસાની એન્ટ્રીના ત્રણ દિવસ પહેલા જ આવી ગયું છે.

Next Story