Connect Gujarat
દેશ

કર્ણાટકની ધારવાડની એક મેડિકલ કોલેજમાં એક સાથે 182 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા દેશમાં હડકંપ

ભારતમાં શિયાળાની શરુઆતમાં જ કોરોનાના કેસો વધવા લાગ્યા છે. દેશમાં હવે સ્કૂલો અને કોલેજોમાં કોરોના પોઝિટીવ થવાના કિસ્સા અત્યંત વધી રહ્યાં છે

કર્ણાટકની ધારવાડની એક મેડિકલ કોલેજમાં એક સાથે 182 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા  દેશમાં હડકંપ
X

ભારતમાં શિયાળાની શરુઆતમાં જ કોરોનાના કેસો વધવા લાગ્યા છે. દેશમાં હવે સ્કૂલો અને કોલેજોમાં કોરોના પોઝિટીવ થવાના કિસ્સા અત્યંત વધી રહ્યાં છે જે ખરેખેર ચોંકાવનારા છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ હોવાની પણ આશંકા નકારી ન શકાય. વિદ્યાર્થીઓના કોરોના પોઝિટીવ થવાની કોઈ નવી ઘટના નથી પરંતુ કોરોના પોઝિટીવ થનાર તમામ વિદ્યાર્થીઓએ વેક્સિનના બન્ને ડોઝ લીધા હતા જે ખરેખર ચોંકાવનારી ઘટના છે. ડેપ્યુટી કમિશનર નીતેશ પાટિલે કહ્યું કે કોલેજમાં આરટી-પીસીઆર અને આરએએટી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં 182 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ નીકળ્યાં છે. તેમણે કહ્યું કે તમામ વિદ્યાર્થીઓએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા છે અને કોરોના પોઝિટીવ થનાર તમામ વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. જેમના ટેસ્ટ રિઝલ્ટ આવ્યાં નથી તેમને પણ આઈસોલેટ કરી દેવાયા છે. કર્ણાટકના SDM મેડિકલ કોલેજમાં એક સાથે 66 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવતાંની સાથે આરોગ્યતંત્ર સહિત સૌકોઈમાં ચિંતા પ્રસરી જવા પામી છે. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરતાં કોલેજની બિલ્ડીંગ અને બે હોસ્ટેલોને સીલ કરી દીધું છે. મહત્વનું છે કે, આ કોલેજમાં 400થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.

Next Story