Connect Gujarat
દેશ

કેબિનેટનો મહત્વનો નિર્ણય: ટેક્સટાઈલ સેક્ટરને PLI સ્કીમ હેઠળ મળશે 10683 કરોડ

કેબિનેટનો મહત્વનો નિર્ણય: ટેક્સટાઈલ સેક્ટરને PLI સ્કીમ હેઠળ મળશે 10683 કરોડ
X

કેબિનેટે ટેક્સટાઈલ સેક્ટર માટે 10683 કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ(PLI) યોજનાને મંજૂરી આપી દીધી છે. આ ઈન્સેન્ટિવ 5 વર્ષ દરમિયાન ટેક્સટાઈલ સેક્ટરને આપવામાં આવશે. આજે થયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો.

બેઠક બાદ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં વાણિજ્યમંત્રી પિયુષ ગોયલ અને આઈબી મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના મોટા નિર્ણયો પર જાણકારી આપી. તેમણે જણાવ્યું કે પીએલઆઈ સ્કીમથી ભારતીય ટેક્સટાઈલ સેક્ટરને ગ્લોબલ રીતે કમ્પીટેટિવ બનાવવામાં મદદ મળશે. પીએલઆઈ સ્કીમથી 7.5 લાખ લોકોને સીધો ફાયદો થશે.

પિયુષ ગોયલે કહ્યું કે કાપડ ઉદ્યોગ માટે જેટલા પગલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યા છે તે કદાચ જ પહેલા ઉઠાવાયા હશે. મને વિશ્વાસ છે કે ભારત આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું વર્ચસ્વ દેખાડી શકશે. પિયુષ ગોયલે કહ્યું કે સમગ્ર વેલ્યુ ચેન, જેની Man Made Fiber અને Technical Textile માં જરૂર પડે છે. તેને પ્રમોટ કરવામાં આવશે. ફેબ્રિક ભારતમાં બને અને પ્રોસેસિંગ યુનિટ વધુ આવે તેના પર અમારી કોશિશ રહેશે.

Next Story