Connect Gujarat
દેશ

આગામી ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારો "QR CODE" નક્કી કરશે !, હિમાચલમાં BJPનો નવો પ્રયોગ !

બતાવવામાં આવી રહ્યુ છે કે આ ક્યૂઆર કૉડ દ્વારા જ કેટલાય લોકોની ટિકીટ નક્કી થવાની છે. બતાવવામાં આવી રહ્યું છે

આગામી ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારો QR CODE નક્કી કરશે !, હિમાચલમાં BJPનો નવો પ્રયોગ !
X

હિમાચલ પ્રદેશમાં આ વખતે વર્ષના અંતમાં ચૂંટણી યોજાવવાની છે, વર્ષના અંતમાં યોજનારી ચૂંટણીને ધ્યાનમાં રાખતા બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા બે દિવસીય હિમાચલ પ્રદેશ યાત્રા પર કાંગડા પહોંચ્યા છે. પહેલા જ દિવસની યાત્રામાં નડ્ડાએ હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠુકુરની સાથે એક રૉડ શૉમાં ભાગ લીધો હતો. આ રૉડ શૉ કાંગડા જિલ્લાના નગરોટા બંગવા બજારમાં લગભગ એક કિલોમીટર સુધી ચાલ્યો. આ રૉડ શૉ બાદ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને જયરામ ઠાકુર આ વિસ્તારમાં એક રેલીમાં સામેલ થયા હતા.

બીજેપી નેતાઓએ બતાવ્યુ કે આ રેલીમાં લગભગ 20 થી 25 હજાર લોકો સામેલ થયા છે. વળી આ રેલીમાં એક અનોખો પ્રયોગ પણ જોવા મળ્યો. આ રેલીમાં જે બસો પહોંચી હતી, તે બસોની આગળ એક ક્યૂઆર કૉડ લગાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી, કે રેલીમાં કયો નેતા કેટલી ભીડ એકઠી કરી શક્યો છે. બતાવવામાં આવી રહ્યુ છે કે આ ક્યૂઆર કૉડ દ્વારા જ કેટલાય લોકોની ટિકીટ નક્કી થવાની છે. બતાવવામાં આવી રહ્યું છે કે બીજેપી આગામી દિવસોમાં પોતાની તમામ રેલીઓમાં આ ક્યૂઆર કૉડનો ઉપયોગ કરવા જઇ રહી છે.

જોકે, બીજેપી નેતાઓએ આ વાતને કેમેરાની સામે માનવાનો ઇનકાર કરી દીધો. હિમાચલના વન મંત્રી રાકેશ પઠાનિયાએ કહ્યું કે, આવુ કોઇ જ કારણ નથી. આ ક્યૂઆર કૉડ એટલા માટે લગાવવામાં આવ્યા છે, જેથી રેલીમાં સંગઠિત રીતે લોકો પહોંચી શકે, કોઇને કોઇ પરેશાની ના થાય. વળી, પઠાનિયાએ ક્યૂઆર કૉડનો ટિકીટ વિતરણ સાથે જોડાયેલા સવાલનો ઇનકાર કરી દીધો. તેને કહ્યું કે, ટિકીટ મળવા અને ના મળવા સાથે આને કોઇ સંબંધ નથી. કેમ કે અમે રેલી વ્યવસ્થિત રીતે આયોજિત કરીએ છીએ, એટલે અમે આ કૉડ લગાવ્યો છે.

Next Story