Connect Gujarat
દેશ

ભાજપ-કોંગ્રેસ સહિત 9 રાજકીય પક્ષોને સુપ્રીમ કોર્ટે ફટકાર્યો દંડ,વાંચો કારણ

ભાજપ-કોંગ્રેસ સહિત 9 રાજકીય પક્ષોને સુપ્રીમ કોર્ટે ફટકાર્યો દંડ,વાંચો કારણ
X

રાજકારણ અને ચૂંટણીમાં અપરાધિકરણ અંગે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. બિહાર ચૂંટણીમાં ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસ જાહેર કરવાના આદેશનું પાલન ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે આ પગલું ભર્યું છે. કોર્ટે ભાજપ અને કોંગ્રેસ સહિત 9 રાજકીય પક્ષોને અવમાનના દોષી ઠેરવ્યાં છે. રાજદ, જનતદાળ, લોકજનશક્તિ પાર્ટી, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી અને સીપીઆઈને પણ એક-એક લાખ રુપિયાનો દંડ કરાયો છે.

સુપ્રીમ કોર્ટે ચાર અઠવાડિયાની અંદર ચૂંટણી પંચમાં દંડની રકમ જમા કરાવી દેવાનો આદેશ આપ્યો છે સાથે ચેતવણી પણ આપી કે ભવિષ્યમાં જો આ પાર્ટીઓ આદેશનું પાલન નહીં કરે તો તેને ગંભીરતાથી લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે બહુજન સમાજ પાર્ટીને ચેતવણી આપીને છોડી દીધી છે. ગયા વર્ષની બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને તેમના ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોની વિગતો જાહેર કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમનો આદેશ હોવા છતાં પણ એક પણ રાજકીય પક્ષે તેમના ઉમેદવારના ગુનાહિત ઈતિહાસની વિગતો જાહેર કરી નહોતી. સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોની આ અવગણનાને કોર્ટની અવમાનના ગણી અને આદેશનું પાલન ન કરવા બદલ તેમને દંડ કરાયો હતો.

Next Story