Connect Gujarat
દેશ

મહારાષ્ટ્રના પાલઘરમાં ભારત કેમિકલ્સ પ્લાન્ટમાં બ્લાસ્ટ, ઘણા લોકો ઘાયલ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા ભારત કેમિકલ્સ પ્લાન્ટમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર છે

મહારાષ્ટ્રના પાલઘરમાં ભારત કેમિકલ્સ પ્લાન્ટમાં બ્લાસ્ટ, ઘણા લોકો ઘાયલ
X

શનિવારે રાત્રે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા ભારત કેમિકલ્સ પ્લાન્ટમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર છે. ઈજાગ્રસ્તોને જિલ્લાની નજીકની થુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે ઘટના પગલે ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

ભારત કેમીકલ્સ પ્લાન્ટ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઇસર તારાપુર ઔદ્યોગિક ક્ષેત્રમાં સ્થિત છે. તમામ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ વિસ્ફોટનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી.

Next Story