Connect Gujarat
દેશ

બજેટ-2022 : નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 11 કલાકે બજેટ રજૂ કરશે…

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે તા. 1 ફેબ્રુઆરી 2022ના રોજ 11 કલાકે બજેટ રજૂ કરશે.

બજેટ-2022 : નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 11 કલાકે બજેટ રજૂ કરશે…
X

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે તા. 1 ફેબ્રુઆરી 2022ના રોજ 11 કલાકે બજેટ રજૂ કરશે. જોકે, બજેટ પર આખા દેશની નજર હોય છે, કારણ કે, એ ન માત્ર સરકાર નહીં, પરંતુ દેશની આર્થિક સ્થિતિનો ચિતાર રજૂ કરે છે. બજેટથી દેશના ભવિષ્યની આર્થિક રૂપરેખા પણ નક્કી કરવામાં આવે છે.

આજે 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થવાનું છે. આ વર્ષનું બજેટ એવા સમયે આવી રહ્યું છે, જ્યારે દેશ કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યો છે, એવામાં લોકોને બજેટથી ઘણી જ આશા છે. આ બજેટ ઘણાં અર્થમાં ખૂબ મહત્વનું માનવામાં આવે છે. વર્ષ 2022-23નું સામાન્ય બજેટ કોરોના મહામારીથી ત્રસ્ત લોકો માટે આશાનું કિરણ બની શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વખતે ટેક્સપેયર્સ માટે અમુક ખાસ રાહત આપી શકે છે. નવા ટેક્સ સ્લેબ વિશે ઈન્ડિવિજ્યુઅલ ટેક્સપેયર્સ વધારે ખુશ નથી લાગતા. એસેસમેન્ટ વર્ષ 2021-11માં કુલ 5.89 કરોડ ટેક્સપેયર્સે રિર્ટન ફાઈલ કર્યું હતું, પરંતુ માત્ર 5 ટકા લોકોએ જ ન્યૂ ટેક્સ રિજીમને પસંદ કર્યું છે. બજેટ દરમિયાન સ્ટોક માર્કેટમાં ભારે હલચલ જોવા મળે છે. કોરોનાના સમયમાં દરેક ક્ષેત્રને સરકાર પાસેથી બહુ બધી અપેક્ષાઓ છે અને બજેટમાં તેને લઈને શું જાહેરાતો થાય છે તે મુજબ શેરબજારની ચાલ નક્કી થાય છે. આ ઉપરાંત હોમ લોનમાં પણ થોડી રાહત આપવામાં આવે તેવી શક્યતા વર્તાય રહી છે.

Next Story
Share it