Connect Gujarat
દેશ

પાંચ મહિના બાદ કેનેડા કનેક્ટિવિટી પુનઃસ્થાપિત; નવા પ્રોટોકોલ સાથે દિલ્હી-ટોરોન્ટો નોનસ્ટોપ ફ્લાઈટ શરૂ

કોરોના મહામારીની બીજી લહેર જ્યારે સમાપ્ત થઇ છે ત્યારે પાંચ મહિના પછી ભારત અને કેનેડા વચ્ચે ડાઈરેક્ટ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત થઈ છે.

પાંચ મહિના બાદ કેનેડા કનેક્ટિવિટી પુનઃસ્થાપિત; નવા પ્રોટોકોલ સાથે દિલ્હી-ટોરોન્ટો નોનસ્ટોપ ફ્લાઈટ શરૂ
X

કોરોના મહામારીની બીજી લહેર જ્યારે સમાપ્ત થઇ છે ત્યારે પાંચ મહિના પછી ભારત અને કેનેડા વચ્ચે ડાઈરેક્ટ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત થઈ છે.કેનેડાએ નવા પ્રોટોકોલ સાથે દિલ્હી-ટોરોન્ટો નોનસ્ટોપ ફ્લાઈટ ફરી શરૂ કરી દીધી છે.

ફલાઇટમાં WHO દ્વારા એપ્રુવ્ડ રસી પ્રાપ્ત મુસાફરોએ આરટી-પીસીઆર અથવા રેપિડ પીસીઆર ટેસ્ટ પેસેન્જરે કોવિડ-19 ટેસ્ટિંગ સેન્ટર અને દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-3ની લોન્જ થી પોતાની ફ્લાઈટમાં બેસતી વખતે કરાવવાનો રહેશે.એર કેનેડાએ પોતાની સાઈટ પર 'ટેસ્ટિંગ રિક્વાયરમેન્ટ ફોર ફ્લાઈટ્સ ફ્રોમ ઈન્ડિયા' અંતર્ગત લખ્યું છે, "એર કેનેડા માટે આ સ્પેસિફિક ટેસ્ટમાંથી કોઈ ટેસ્ટ જ સ્વીકાર્ય ગણાશે, ભારતમાં કોઈ ક્લિનિકમાં કરેલા ટેસ્ટ, જો તમે અન્ય કોઈ શહેરની કનેક્ટ થઈ રહ્યા હો તો પણ માન્ય ગણાશે નહીં. આપ કેનેડા જવાની શિડ્યુલ્ડ ડિપાર્ચર ફ્લાઈટ અગાઉ 14થી 180 દિવસની વચ્ચે પ્રમાણિત પોઝિટિવ પીસીઆર ટેસ્ટ રિઝલ્ટ પુરાવા તરીકે આપો તો આપ મુસાફરી કરવાનો યોગ્ય બની શકો છો. સીધી ફ્લાઇટ સેવા ફરી શરૂ થવાની સાથે પ્રથમ ફ્લાઈટ. એર ઈન્ડિયા દિલ્હી-વાનકુવર અને દિલ્હી-ટોરોન્ટો નોનસ્ટોપ ફ્લાઈટ ટૂંક સમયમાં જ શરૂ કરશે આમ હવે કેનેડા જનાર લોકો સરળતા રહેશે.

Next Story